ગરમીની સીઝનમાં ઠંડકનો અહેસાસ આપતા શકિતવર્ધક ફળો

ઉનાળાની સીઝનમાં એનર્જી બુસ્ટર ફળો સંતરા, માલ્ટા, મોસંબી, કિવી અને ઇમ્પોટેડ ફળોની ફુટ માર્કેટમાં ધુમ

રિપોર્ટર: પ્રતિપાલસિંહ ઝાલા

નિધિ લાઠીયા

કેમેરામેન: દર્શન વાડોલીયા

અબતક, રાજકોટ

ઠંડીની વિદાય બાદ ઉનાળાની રંગીલા રાજકોટમાં શરૂ થતા મીઠા મધુર ફળોની આવક ફુટ માર્કેટમા શરુ થઇ ચુકી છે. ત્યારે ફુટ માર્કેટમાં વાત કરવામાં આવે તો વિવિધ ફળો સફરજનમાં ઇમ્પોરટેક અને ઇન્ડિયન બન્ને આવી રહ્યા છે. તરબુચમાં મહારાષ્ટ્રથી પુષ્કળ પ્રમાણમાં આવક થઇ રહી છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવાતું તરબુચ રાજકોટના ફળ રસીકો માટે ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે છે. ત્યારે બીજી બાજુ  ઇમ્યુનિટિ વધારે તેવા ડ્રેગન ફુટ, કીવી, સંતરા, માલ્ટા, ગરમીમાં જોગીંગમાં જતા હોય તેવા લોકો માટે ઇનેજીનો મોટો સ્ત્રોત છે. તેમજ દ્રાક્ષની વાત કરીએ તો ઉનાળાની સીઝનમાં લોકોને ખુબ ખાવી પસંદ પડતી હોય છે. દ્રાક્ષમાં વીટામીન-.સી થી ભરપુર હોય છે. બાળકોમાંપણ તે ખુબ પ્રચલિત છે. હાલ ફુટ માર્કેર્ટમાં સોલાપુર અન નાસિકની દ્રાક્ષ આવી પહોંચી છે.

કાળી દ્રાક્ષ પણ માર્કેટમાં આવી પહોંચી છે. કાળી અને લીલી  દ્રાક્ષવચ્ચે પણ ખાસ્સો તફાવત જોવા મળે છે. તેમાં કાળી દ્રાક્ષની છાલ જાડી હોય છે. ફુટની વાત કરવામાં આવે તો કેરી જે ફુટનો રાજા કહેવાય છે. તે મોખરે હોય છે. ત્યારે હાલ ફુટ માર્કેટના રત્નાગીરી અને દેવગઢથી હાકુફ કેરીનું આગમન થઇ ગયું છે. ત્યારે એશિયાની પ્રખ્યાત તાલાલાની કેસર કેરીનું પણ થોડા સમયમાં આગમન થઇ જશે. તેમજ લોકોને માર્કેટમાં હાલ કેરીનો પલ્સ મળી રહે તેવી ફુટ માર્કેટમાં વહેચાઇ શરુ છે.

તરબુચમાં ચોરસ તાઇવાન અને પીળા તરબુચ ટુંક જ સમયમાં  ફુટ માર્કેટ ખાતે આગમન થઇ શકે, જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ઇમ્યુનિટિ પર લોકોના વધારે જોર રહે છે. ત્યારે ખાસ ફુટ માર્કેટ ખાતે હાલસાનું ક્રશ મળી રહ્યું છે. જેનો મુખ્યત્વે માનવી શરિર માટે પેટની ગરમીને રાહત આપતું હોય છે તેમજ ઇમ્યુનિટીનું પણ સારૂ  સ્ત્રોત છે.

ઉનાળાની સીઝનમાં સાકર ટેટીની ભુમિકા ખુબ મહત્વની હોય છે.લોકોના ઘરે ઘરે સાકર ટેટી ખાવામાં આવતી હોય છે. સાકર એટલે મીઠાશની વ્યાખ્યા છે લોકો ઉનાળામાં ભરપુર સાકર ટેટીનો આનંદ ઉઠાવતા હોય છે. બ્લુબેરી જે ઠંડીની સીઝનમાં વધુ મળતું હોય છે તેના જુસનું પણ લોકો સેવન કરતા હોય છે.

ઠંડા ઠંડા કુલ કુલ
તરબૂચની વધુ આવકથી યાર્ડ છલકાયા!!

ઠંડીની વિદાય બાદ ઉનાળાની ગરમી રંગીલા રાજકોટમાં શરૂ થતાં તરબૂચની આવક યાર્ડોમાં વધતા માર્કેટ યાર્ડોની બઝારો તરબૂચથી છલકાતી જોવા મળે છે. અત્યારે મહારાષ્ટ્રમાંથી આવતા તરબૂચનો ભાવ રૂ. પ થી 1ર ના કિલોના ભાવે ખરીદી જોવા મળે છે. આજે ર0 ગાડી રાજકોટમાં ઉતરી પડી હતી જેથી એક ગાડીમાં વીસ ટનની ગણતરી કરતા બે હજાર ટન તરબુચ રાજકોટની બઝારમાં ઉતરી પડયા હતા. હાલમાં કિરણ અને અરૂણ નામની તરબુચની જાત વધુ જોવા મળી રહીછે. આગામી દિવસોમાં કચ્છના પીળા કલરના તાઇવાન તરબુચ પણ જોવા મળશે. ઠંડા -ગરમની મિકસ ઋતુમાં ફ્રિઝમાં કોલ્ડ કરીને તરબૂચ ખાવાની મઝા કંઇક ઔર જ હોય છે રંગીલા રાજકોટમાં બાળ થી મોટેરા તરબૂચના શોખીનો છે ત્યારે તરબુચની વિશાળ આવકથી નગરજનોને સસ્તા ભાવે તરબૂચ મળતાં આનંદોત્સવનો જલ્વો પડી ગયો છે. રાજકોટમાં વોટરમેલનના જયુસની માંગ પણ વધુ જોવા મળે છે.