Abtak Media Google News

૭૦ સફાઇ કામદારોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના પોલીસી અપાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિનની ઉજવણી પ્રસંગે ભુજના માધાપર સ્પોર્ટ દ્વારા મોદીબાગનું  માધાપર જુનાવાસ મધ્યે લોકાર્પણ કરાયું હતું. પાટ હનુમાન  માધાપર ખાતે ખુલ્લા મુકાયેલા મોદીબાગમાં સફાઇ કામદારોને વીમા તેમજ નાના  માણસોને આત્મનિર્ભર બનાવી આર્થિક સમૃધ્ધ કરવાના ચેક વિતરણ કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન  આચાર્યે કચ્છમાં આત્મનિર્ભર યોજના હેઠળ થયેલા ચેક વિતરણની વાત કરી હતી. તેમજ માધાપરમાં રૂ.૪૯  લાખના ખર્ચે થનાર ગટરકામ બાબતે જાણકારી આપી હતી. કોરોનામાં નાના મધ્યમ લોકોને આર્થિક રીતે બેઠા  કરવા સરકારની યોજનાને તેમણે વખાણી હતી. આ તકે તેમણે કોવીડ-૧૯ની સાવચેતી માટે સૌને માહિતગાર કર્યા  હતા.

રાજકોટ નાગરિક બેંક ભુજ શાખા દ્વારા ૭૦ લાભાર્થીને આત્મનિર્ભર યોજના હેઠળ રૂ.૧ કરોડથી વધુના ચેક  આ તકે ચેરમેન દિલીપભાઇ ત્રિવેદી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.  વડાપ્રધાનની આત્મનિર્ભર ભારત યોજના સાકાર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ  નિર્ણયથી આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારી, દુકાનદારો, પાથરણાવાળાઓને આર્થિક રીતે સમૃધ્ધ કરવા  રૂ.૨૫૦ કરોડથી વધુ આર્થિક મદદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા આર્થિક સમૃધ્ધ યોજના હેઠળ પણ  રાજકોટ નાગરિક સહકારી બેંક મહિલાઓને લોન આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટ હનુમાન ખાતે ૨૫૧ હનુમાન ચાલીસાનું પઠન કરવા માટે માધાપર સ્પોર્ટના  કેસરીયાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી નિમિતે યોજાયેલ સેવા  સપ્તાહમાં કરાયેલા વિવિધ વિકાસ-સેવા કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, અબડાસા પૂર્વ ધારાસભ્ય  પ્રધ્યુમનસિંહ જાડેજા, ધનજીભાઇ ભુવા, નિયતીબેન પોકાર, પ્રવિણભાઇ ખોખાણી, કિરીટભાઇ સોમપુરા, પ્રવિણભાઇ પિંડોરીયા, દેવેન્દ્રસિંહ જેઠવા, દાદુભા ચૌહાણ, ભરતભાઇ ગોર, વિજય સી.રાજપુત, ગોવિંદભાઇ ખોખાણી, દેવજી બાપા, ભુપેશભાઇ ડબાસીયા,હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.