Abtak Media Google News

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં દિપડાના હુમલાની ૧૦૪ ઘટનાઓ: ૧૬ લોકોના જીવ લીધા

ગીર અને બુહદ ગીર વિસ્તારમાં માનવ વસાહતો પર વન્ય પ્રાણીઓના હુમલાઓમાં સૌથી વધુ જોખમી દિપડા બની રહ્યા છે. રાજયની વિધાનસભાના મંચ ઉપર ગુરુવારે થયેલી સ્પષ્ટતામાં સરકારે સ્વીકાર્યુ હતું કે અમરેલી અને ગીર સોમનાથ જીલ્લામાં સરેરાશ દર અઠવાડીયે દિપડાનો હુમલો નોંધાયો છે.

માનવ વસાહતો પર રાખી પશુઓના હુમલા અંગે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઉઠાવેલા જવાબ સરકારે જણાવ્યું હતું કે ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં ૨૦૧૮-૧૯ ના વર્ષ દરમિયાન ૧૦૪ ઘટનાઓમાં દિપડાના હુમલાઓમાં ૫૩ ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં દિપડાઓએ ૫૧ હુમલા કર્યા હતા. સત્તાવાર રીતે આ ૧૦૪ હુમલાઓમાં ૧૬ વ્યકિતઓના મોત થયા હતા. જેમાં અમરેલીમાં ૧૧ અને ગીર સોમનાથમાં પ મૃત્યુ થયા હતા.

સરકારે કહ્યું હતું કે રાની હુમલાઓની આ ઘટનાઓ  સામે વ્યાપક પ્રમાણમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ભયગ્રસ્ત વિસ્તારોમાં લોકોખુલ્લી જગ્યાઓમાં ન સુવાનું કહેવામાં આવ્યું છે.

5 Bannafa For Site

ગુજરાતમાં છેલ્લા દાયકામાં એશિયાટીક સિંહો અને દિપડાઓના વધેલા જોખમમાં સિંહો કરતાં દિપડાઓ વધુ જોખમી બની ગયા છે. રાની પશુઓ ના હુમલાઓની જંગલ ખાતાના આંકડાઓ મુજબ માનવ અને વન્ય પ્રાણીઓના સંઘર્ષમાં ૨૦૧૨ થી ૨૦૨૦ દરમિયાન આઠ વરસના ગાળામાં દિપડાઓ એ ૧૦૯ માનવીઓના જીવ લીધા હતા. જે આ સમયગાળા દરમિયાન સીડયુલ-૧ અને ર પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાં કુલ ૧૭૬ માનવ હત્યાના ૬૨ ટકા જેટલો ભોગ લીધાનો દિપડાઓને ખાતે ચડયું છે.

વિધાનસભામાં આજ રીતે માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાંજાના પ્રશ્ર્નમાં સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો કે જુનાગઢ જીલ્લામાં દિપડાઓ અન્ય રાની પશુઓ અને સિંહોઓએ ૧૯૮૭૨ પાલતુ પશુઓના શિકાર કર્યો હતો. જે સરેરાશ દર બે દિવસે પાંચ પશુઓનો શિકાર થયો હતો. ર૦૧૮માં ૯૩૦ પશુઓનો શિકાર અને ૨૦૧૯ માં ૯૪૨ પશુઓને સિંહ, દિપડા અને રાની જનાવરોએ શિકાર કર્યા હતા. આ આંકડાઓ પશુઓનો સૌથી વધુ શિકાર વિસાવદર તાલુકામાં થયો હતો. જયાં ૪૮૮ જિવેસિઓનો શિકાર થયો હતો. જયારે જુનાગઢ તાલુકામાં ૩૭૨ મવેસિઓને રાની પશુઓએ શિકાર માટે મોતને ઘાટ ઉતાર્યો હતો.

જંગલી પ્રાણીઓમાં સિંહન જંગલનો રાજા ગણવામાં આવે છે. સિંહ જરુરીયાત વગર કયાંય પોતાની શકિતનો ઉપયોગ કરતો નથી સિંહને કનડવામાં ન આવે તો તે રાજાની જેમ જંગલમાં પોતાની મસ્તીથી વિચરે છે. અને ભુખ લાગે ત્યારે જ પશુઓનો જરુર મુજબ શિકાર કરે છે જયારે દિપડા ડરપોક, ભીડુ, પ્રાણી ગણવામાં આવે છે. તે વિના કારણે બીકના માર્યે પણ હુમલો કરી દે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.