Abtak Media Google News

આગામી જન્માષ્ટમી મેળાને લઇને રાઇડ્સ ધારકોની ધારદાર રજુઆત

ચાર્ટડ કે એક્ષ્પર્ટ એન્જિનિયર દ્વારા રાઇડ્સનું  પ્રમાણપત્ર, રાઇડ્સ ઓપરેટરની લાયકાત, અનુભવ જેવા ઘણા નવા નિયમો અનુસરવા અસંભવ: નવા નિયમો કાયમી પાર્ક માટે બરાબર પરંતુ ટેમ્પરરી મેળા માટે અશકય હોવાનું જણાવતા રાઇડ્સ ધારકો

ઘણા વર્ષોથી ગુજરાત રાજયનાં નાના મોટા તહેવારો અને ઉત્સવોની સાથે મેળાનું આયોજન થતું આવ્યું છે. તે પ્રમાણે જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજકોટ ખાતે કલેકટર લોકમેળા સમીતી દ્વારા ભવ્ય મેળાનું આયોજન થઇ રહ્યું છે.

કોઇપણ મેળો એ રાઇટસ વગર મેળો નથી ગણાતો. અમદાવાદ કાંકરીયા તળાવ ખાતે રાઇડસ તુટવાના કારણે અકસ્માત થયેલ જેના કારણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન યાંત્રિક વિભાગ દ્વારા મનોરંજન રાઇટસના ફીટનેશ પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ નહી પરંતુ અશકય છે. લગભગ રાઇડસ ધારકો અણ અને નીરીક્ષર હોય છે. રાઇડસ ધારકો પાસથે ૬૦ થી ૮૦ ટકા રાઇડસ એસેમ્બલ કરી પ્રાઇવેટ કારખાના કે વર્કશોપમાં કારીગર (જે નીરીક્ષર કે અભણ પણ હોય) દ્વારા બનાવવામાં આવી હોય છે. નાની રાઇટસ તો લગભગ એસેમ્બલથી જ બનાવેલી હોય છે. મોટી રાઇટસના પાર્ટસ તુટતા હોય તો તે બદલાવી રાઇડસ ચલાવવામાં આવે છે. હાલના સરકારના યાંત્રિક વિભાગના નવા નિયમોમાં એવુું જણાવે છે.  ચાટર્ડ એન્જીનીયર કે એકસ્પર્ટ એન્જીનીયર દ્વારા રાઇડનું પ્રમાણપત્ર મેળવવું, રાઇડની આયુષ્ય મર્યાદા? રાઇડસનાં વપરાના કલાકો, મહિના અને વર્ષ, અધિકૃ રાઇડસની ડ્રોઇગની વિગતો, સક્ષમ અધિકૃત સંસ્થા દ્વારા પ્રમાણીત  કરેલ ડીઝાઇનની વિગતો, રાઇડઝની છેલ્લે મરામત કરેલની વિગતો, રાઇડસ ઓપરેટરની લાયકાત અનુભવ વિગેરે દર્શાવવું પડે તેમ છે.

ગુજરાત એમ્યુઝમેનટ એસો.ના પ્રમુખ હરીશભાઇ અરોરા, મહામંત્રી ઝાકીરભાઇ બ્લોચ, સહમંત્રી કુણાલભાઇ ભટ્ટ તેમજ અન્ય રાઇડસ ધારકોએ માન્ય મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને રજુઆત કરી કે રાઇડસમાં લાખો રૂપિયાનું રોકાણ કરી કોઇ રાઇડસ ધારકો રાઇડસ ચલાવવામાં બેદરકારી દાખવે જે નહીં ફીટનેશ અંગેના નવા નિયમો રાઇડસ ધારકો માટે અનુસરવા મુશ્કેલ નહી પણ અશકય છે. તેથી જેથી જુના નિયમો યથાવત રાખવા રજુઆત કરેલ છે જો આ રીતે નહી કરવામાં આવે તો રાઇડસ ધારકો આર્થિક રીતે પડી ભાંગશે અને કોઇ સંજોગોમાં આ નિયમોને અનુસરી શકશે નહીં જેથી મેળાના આયોજન થતાં અટકશે.

સરકારના પીડબલ્યુડી (યાંત્રિક) વિભાગના નવા નિયમો કાયમી પાર્ક માટે બરાબર છે. કેમ કે તેઓને વાર્ષિક ફીટનેશ સટીફીકેટ મેળવવાનું હોય, પરંતુ પાંચ કે દશ દિવસનાં ટેમ્પરરી મેળા માટે આ નવા નિયમોને અનુસરવા અશકય છે. તેથી ટેમ્પરરી મેળા માટે જુના નિયમો યથાવત રાખવા માંગણી છે.

જો રાઇડસ ધારકો પાસે એન્જીનીયરનું પ્રમાણપત્ર મેળવવું હોય તો સરકારના યાંત્રિક વિભાગના પ્રમાણપત્રની જરુરીયાત જ ન રહે, આજ દિવસ સુધી સરકારના માર્ગ અને મકાન વિભાગ (યાંત્રિક) વિભાગના એન્જીનીયર દ્વારા પ્રમાતપત્ર અપાતું હતું. આ પ્રમાણપત્ર હવે રાઇડસ ધારકોએ સ્વયં પ્રમાણીત પ્રમાણપત્ર બનાવીને યાંત્રિક વિભાગને આપે પછી તેઓ પોતાનું પ્રમાણપત્ર આપે જે અસંભવ છે. આ પ્રકારે કરાયેલા નિયમોથી રાઇડસ ધારકોમાં અસંતોષની લાગણી ફેલાણી છે.

અમદાવાદ ખાતે રાઇડસ તુટી એ એક અકસ્માત છે જેમ રોડ ઉપર વાહનોનો અકસ્માત થાય છે તેમ તે પ્રકારનો આ એક અકસ્માત છે. આ એક અકસ્માત થવાના કારણે રાઇડસ ફીટનેશના નવા નિયમો કે જે ટેમ્પરરી મેળામાં અનુસરવા મુશ્કેલ નહી પણ અશકય છે. જો આ પ્રકારે આવા જડ નિયમો રહેશે તો ભવિષ્યમાં મેળાના આયોજન થવા મુશ્કેલ છે. અને નગરજનો મેળાના આનંદ માણવાથી વંચીત રહેશે જે નિશ્ર્ચિત છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસો. ના હોદેદારોએ માન્ય મુખ્યમંત્રીને રજુઆત કરેલ કે યાંત્રિક ફીટનેશના જુના નિગયો યથાવત રાખવા અને રાઇટસ ધારકોને પ્રોત્સાહન આપવા જણાવેલ છે. એમ્યુઝમેન્ટ એસો.ની વ્યાજબી માંગણી સંતોષાઇ તે માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.