Abtak Media Google News

સેસ ૧૦૪થી વધારીને ૧૨૫ ટકા કરવા માજી સાંસદ રમાબેન માવાણીએ નાણામંત્રી સમક્ષર રૂબરૂ રજૂઆત કરી

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઈસીગરેટ ઉપર પ્રતિબંધ મૂકાયા પછી હવે તમાકુ ઉત્પાદનો ઉપર વળતર સેસ વધારવાની માંગણી તાજેતરમાં વડાપ્રધાન તથા નાણામંત્રી પાસે દેશના બુધ્ધિજીવીઓ દ્વારા કરવામાં આવેલ છે. માંગણીઓમાં જણાવાયું હતુ. કે સીગરેટ તેના કદને ધ્યાનમાં લીધા સિવાય પ્રતિ હજાર નંગ ઉપર વળતર સેસ રૂપિયા  ૫૪૬૩ થવો જોઈએ. આ વધારાની જી.એસ.ટી.ની. આવકમાં વાર્ષિક રૂપિયા ૧૫૦ અબજનો વધારો થઈ શકે તેમ છે. અને સીગરેટના વપરાશમાં ૧૦%નો ઘટાડો થઈ શકે તેમ છે. ધ્રુમપાન વિનાના તમાકુ ઉત્પાદનો ઉપર વળતર સેસનો હાલનો દર ૧૦૪% છે તેને વધારીને ૧૨૫% કરવો જોઈએ.હાલમાં એક બીડીની કિંમત ૬૫ પૈસા છે. એક બીડી ઉપર વળતર સેસ ૩૦ પૈસા વધારવાથી કેન્દ્ર સરકારની આવકમાં રૂપિયા .૩૭ મીલીયનનો વધારો થશે. અને બીડી વપરાશમાં આશરે ૫૨%નો ઘટાડો થવાની શકયતા છે.

Advertisement

કેન્દ્ર સરકાર પાસે ઉપરની માંગણી કરનાર અગ્રણી અસીમ સાન્યાલ (ડાયરેકટર, ક્ધઝયુમર વોઈસ, ન્યુ દિલ્હી)એ જણાવ્યું છે કે, જી.એસ.ટી. ટેકસ તમાકુ ઉત્પાદનો ઉપર વધવાથી સમગ્ર રીતે દેશના નાગરીકોનાં આરોગ્યમાં સુધારો થશે. અને ભારતનો વિકાસનો દર વધશે. આમ ઉપરની ત્રણે માંગણી કેન્દ્ર સરકારે તુરંત સ્વીકારવી જોઈએ. તેમજ માજી સાંસદ રમાબેન માવાણીએ કેન્દ્રના નાણામંત્રી સીતારમનને રૂબરૂ મળી વિસ્તૃત રીતે આરોગ્યના પુરાવાઓ સાથે કેન્દ્ર સરકારને સશકત અને મજબુત કરવાની ઉપરની માંગણીઓ સ્વીકાર કરવા રજૂઆત કરેલ છે. નાણામંત્રીએ કેન્દ્રીય જી.એસ.ટી.ની આગામી બેઠકમાં ચર્ચામાં આ મુદાઓનો સમાવેશ કરવા ખાત્રી આપેલ છે.

7537D2F3 13

દિનકરભાઈ રાવલે જણાવેલ હતુ કે, સરકારે સીગરેટ, બીડી અને ધ્રુમપાન વિનાની તમાકુની તમામ ઉત્પાદનો ઉપર એક સમાન વધુ ટેકસ વસુલવો જોઈએ ડો. રોજી ઝોન જણાવ્યા મુજબ જી.એસ.ટી.ના તમાકુ ઉત્પાદનો ઉપર ટેકસ દર વધવાથી ભારતના તમાકુનો વેપાર ઘટયો છે. હાલમાં ભારતમા તમાકુ ઉત્પાદનો માટે જે કર લેવામાં આવે છે. તેમાં સીગરેટ માટે ૪૯% બીડી માટે ૨૨% અને ધ્રુમપાન સીવાયના તમાકુ માટે ૬૦% સેસ લેવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે તમાકુ ઉત્પાદન વપરાશથી ૧૩ લાખ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં ૧૫થી વધુ વર્ષની વયના ૧૩ કરોડ યુવાનો ધ્રુમપાન કરે છે. અને આશરે અડધા પુખ્તવયના લોકો જેઓ ધુમાડાના સંપર્કમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.