Abtak Media Google News

વૈશ્ર્વિક દિવ્યાંગતા દિન નિમિતે યુનાઈટેડ નેશન્સ એસો. દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત દિવ્યાંગ મહાનુભાવોનું સન્માન કરી ગરીમાપૂર્વક ઉજવણી કરાઈ

યુનાઈટેડ નેશન્સ એસો.નાં પ્રમુખ ભરત પંડયા અને ઉપપ્રમુખ ધનરાજ નથવાણીની પ્રેરક ઉપસ્થિતિ

દર વર્ષે ૩ જી ડિસેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  તારીખ ૩જી ડિસેમ્બરે વૈશ્વિક દિવ્યાંગતા દિવસ’ નિમિત્તે યુનાઇટેડ નેશન્સ એસોસિએશન, ગુજરાત દ્વારા, સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પંડ્યા તથા ઉપપ્રમુખ ધનરાજભાઈ નથવાણીની  પ્રેરક ઉપસ્થિતિમાં મૂક બધિર અને દિવ્યચક્ષુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે, પ્રોત્સાહનરુપ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન બહેરા મુંગા બાળકોની શાળા સોસાયટી, અમદાવાદ સાથે સહઆયોજનથી કરવામાં આવેલ. આ કાયેક્રમમા બહેરા મુંગા શાળાના વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ તથા મંત્રી મિલનભાઈ દલાલે ખાસ હાજરી આપેલ હતી.

Advertisement

7537D2F3 3

આ કાર્યક્રમમા તમામ ૬૫૦ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા ભારતીય મુકબધીર ક્રિકેટ ટીમના ભુતપુવે સુકાનીઈમરાન શેખ, રાષ્ટ્રપતિ એવોડે તથા અન્ય વિવિધ સન્માનોથી નવાજવામા આવેલ ડો. રચનાબેન શાહ, સોનલબેન પટેલ,શ્રી ઓમ વષો જીગ્નેશ વ્યાસ તથા કલગીબેન રાવલની પ્રેરક ઉપસ્થિતિમા યોજાયેલ હતી. ઉપરોકત તમામ આમંત્રીત સ્પેશીયલ એચીવસે મહાનુભાવોનુ ભરતભાઈ પંડયા તથા ધનરાજ નથવાણી ધ્વારા મેમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા. આ તબકકે બહેરા મુંગા બાળકોની શાળાના તમામ શિક્ષકો તથા સ્ટાફનુ તેમના અવિરત યોગદાન બદલ પ્રશંસાપત્ર ધ્વારા સન્માન કરવામાં આવેલ. શાળાના તમામ મુકબધીર બાળકોને નોટબુક તથા સ્કુલકીટ તથા દિવ્યચક્ષુ બાળકોને માઉથ ઓગેન અપેણ કરવામા આવેલ. શાળામા વિવિધ સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર ૩૦ વિધ્યાથીેઓનુ પ્રમાણપત્ર તથા ગીફ્ટ ધ્વારા સન્માન કરવામા આવેલ. શાળાના તમામ શિક્ષકો તથા બાળકોમા આ કાયેક્રમને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળેલ.પૂજ્ય ગાંધી બાપુ દ્વારા જે સંસ્થાનું ખાતમુહૂર્ત અને પ્રારંભ કરવામાં આવેલ,તેવી ૧૧૧ વર્ષ જૂની આ સંસ્થાના પ્રાંગણમાં પૂજ્ય બાપુની પ્રતિમાના સાનિધ્યમાં ખૂબ સુંદર વાતાવરણમાં આજે આ કાર્યક્રમની ગરિમાપૂર્ણ ઉજવણી કરાઈ.આજના આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને  સન્માનવા યુનાઇટેડ એસસોસિએશન ઓફ ગુજરાતના એક્ઝેક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ડો. હેમંત ભટ્ટ તથા ડો. ઉદિત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.