Abtak Media Google News

૨૬૦ કરોડનાં લક્ષ્યાંક સામે વેરા પેટે રૂ.૧૨૯ કરોડની આવક: લક્ષ્યાંક પુરો કરવા ટેકસ બ્રાંચે શસ્ત્ર સજ્જ કર્યા

ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂ.૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. અડધુ નાણાકીય વર્ષ પુરુ થઈ ગયું છે અને ટેકસની આવક પણ અડધે સુધી પહોંચવા પામી છે ત્યારે લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેકસ બ્રાંચે શસ્ત્રો સજજ કરી દીધા છે. ૨.૫૩  મિલકત ધારકોને ડિમાન્ડ નોટીસ ફટકારી દેવામાં આવી છે. જો આગામી ૧૫ દિવસમાં મિલકત ધારકો વેરો ભરવાની તસ્દી નહીં લે તો તેઓની મિલકત જપ્ત કરવા સુધીનાં આકરા પગલા લેવામાં આવશે.

Advertisement

આ અંગે ટેકસ બ્રાંચનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વેરા વળતરની યોજના ચાલુ હોવા છતાં પ્રથમ છ માસમાં ટેકસ બ્રાંચને રૂ.૨૧૫ કરોડનાં લક્ષ્યાંક સામે ૧૨૯ કરોડની આવક થવા પામી છે. ટુંકમાં વેરાનો લક્ષ્યાંક હજી અડધા પડાવ સુધી પણ પહોંચ્યો નથી ત્યારે હવે રીકવરીની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે. ૨.૫૩ લાખ મિલકતધારકોને નોટીસ ફટકારી દેવામાં આવી છે અને બાકી વેરાની ઉઘરાણી પણ શરૂ કરી દેવામાં આવી છે. જો મિલકત ધારકો ૧૫ દિવસમાં વેરો નહીં ભરે તો તેઓની મિલકત જપ્ત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 નવલા નોરતામાં પાંચ દિવસમાં છુટયા ૮૫૦ વાહનો

વાહન વેરાપેટે કોર્પોરેશનને પાંચ દિવસમાં રૂ.૧૮.૬૮ લાખની આવક

સામાન્ય રીતે લોકો નવરાત્રીનાં દિવસોમાં નવા વાહન, ઘર, સોના સહિતની ચીજ-વસ્તુઓની ખરીદી કરતા હોય છે. નવરાત્રીનાં પ્રથમ પાંચ દિવસમાં શહેરમાં ૮૫૦ વાહનોની ખરીદી થવા પામી છે. જેના થકી કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂ.૧૮.૬૮ લાખની આવક થઈ છે. એપ્રિલથી લઈ આજ સુધીમાં વાહન વેરા પેટે કોર્પોરેશનને રૂ.૮.૪૧ કરોડની આવક થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૨૯ સપ્ટેમ્બરથી લઈ આજે ૩ ઓકટોબર સુધીનાં પાંચ દિવસ એટલે કે પ્રથમ પાંચ નોરતામાં શહેરનાં અલગ-અલગ શો-રૂમમાંથી ૮૫૦ જેટલા વાહનોની ખરીદી થવા પામી છે. જેમાં પેટ્રોલ સંચાલિત ૭૫૦ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૧૮ થ્રી વ્હીલર, ડીઝલ સંચાલિત ૧ થ્રી વ્હીલર, સીએનજી સંચાલિત ૧ ફોર વ્હીલ, ડિઝલ સંચાલિત ૪૪ ફોર વ્હીલ, પેટ્રોલ સંચાલિત ૫૫ ફોર વ્હીલ અને ડિઝલ સંચાલિત અન્ય બે ફોર વ્હીલ વાહનોનું વેચાણ થવા પામ્યું છે. જેનાં દ્વારા મહાપાલિકાને આજ સુધીમાં વાહન વેરા પેટે રૂ.૧૮.૬૮ લાખ જેવી માતબર આવક થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગત ૧લી એપ્રિલથી આજ સુધીમાં વાહન વેરા પેટે રૂ.૮.૪૧ લાખની આવક થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.