Abtak Media Google News

મોરબીના ચકચારી માસુમ બાળક નિખીલ ધામેચા હત્યાકાંડમાં શકમંદોના નાર્કોટેસ્ટ કરાવવા માટે પિતા દ્વારા વડાપ્રધાનને પત્ર લખી માંગ કરવામા આવી છે

મોરબીમા  બે વર્ષ પુર્વે તા.૧૫-૧૨-૨૦૧૫ ના રોજ તપોવન વિદ્યાલયમા અભ્યાસ કરતા માસુમ બાળક નિખીલ પરેશભાઈ ધામેચાનુ અજાણ્યા શ્ખસો દ્વારા શાળાએથી અપહરણ કરવામા આવ્યુ હતુ આ કેસમા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા માસુમ બાળક નિખીલને શોધવા સાત ટીમો બનાવી જે તે સમયે રાત દિવસ એક કર્યા હતા પરંતુ બે દિવસ બાદ નિખીલ ની છરીના અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી લાશ રામઘાટ નજીક કોથળા માં લાશ નાખી અજાણ્યા નરાધમ હત્યારા નાસી છુટ્યા હતા.

આ હત્યાના મોરબી શહેર મા ભારે પ્રત્યાઘાતો પડ્યા હતા જો કે  આ હત્યારાઓનો આજદીન સુધી કોઈ પત્તો મળ્યો નથી. જેમા નિખીલના પરિવાર દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,હાઈકોર્ટ ના મેજીસ્ટ્રેટ સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી છતા કાઈ વળ્યુ ન હતુ.

બાદ મા મૃતક માસુમ નિખીલના પરીવારજનો દ્વારા મુખ્યમંત્રી,ગૃહમંત્રી ને રૂબરુ મળી આવેદનપત્ર પાઠવી ને જીઆઈડીસી પાસે આવેલ સ્વામીનારાયણ સંપ્રદાય ના કહેવાતા સંતો અને સંચાલકો પર શંકાની સોય તાણી અને રૂબરૂ રજુઆત કરી હતી જેમા બાદમા આ હત્યાકાંડની તપાસ મોરબી પોલીસ પાસે થી લઈ અને સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી પરંતુ મૃતક નિખીલના પિતાએ જણાવ્યુ હતુ કે આજદીન સુધી સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ પરિવારના જ નિવેદન લીધા અન્ય કોઈ દિશા મા તપાસ આરંભી જ નથી તેમજ પરિવારના જ વારંવાર નિવેદનો લેવાય છે આ સિવાય બીજુ કશુ જ કર્યુ ન હોવાના આક્ષેપો મૃતક નિખીલ ના પરિવાર જનો દ્વારા કરવામા આવી રહ્યા છે.

મૃતક માસુમ બાળક નિખીલના પિતા પરેશભાઈ ધામેચાએ જીઆઈડીસી પાસે આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સંચાલકો અને કહેવાતા સંતો પર શંકાની સોય રાખી અને જો આ તમામ ના નાર્કો ટેસ્ટ કરવામા આવે તો સાચા ગુનેગારો પકડાય તેમ છે આથી આ લોકોના નાર્કોટેસ્ટ થાય તેવી માંગણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાણ કરી છે અને નાર્કોટેસ્ટ માટે મંજુરી અપાવવા મદદરૂપ થવા દર્દભરી અપીલ કરી છે.

જો કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા આજ થી છ માસ પુર્વે જીઆઈડીસી ખાતે કરવામા આવેલ લોકર્પણ કાર્યક્રમ વખતે મૃતક માસુમ બાળક નિખીલ ધામેચા ના પરિવારજનોએ વલોપાત કરી ગૃહમંત્રીને પોતાની આપવીતી જણાવવા પ્રયાસો કરવામા આવ્યા હતા પરંતુ સુરક્ષા પ્રોટોકોલ ને ધ્યાને લઈ તેઓને કાર્યક્રમ પુર્ણ થયા સુધી એ ડિવીઝન પોલીસ મથકે ડીટેઈન કરાયા હતા.

જો આ હત્યાકાંડમા ખરેખર જીઆઈડીસી ખાતે આવેલા કોઈ  સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવાતા સંતો કે સંચાલકો સંડાવાયેલ નથી તો કેમ તેઓ કાયદાકીય કસોટીઓથી ભાગી રહ્યા છે ? તે સો મણ નો સવાલ છે.

હાલ તો માસુમ બાળક નિખીલ નો પરીવાર ન્યાય માટે હાફળો ફાફળો થઈ રહ્યો છે અને ન્યાય માટે બ-બે વર્ષ થી રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.