Abtak Media Google News

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી 80 લાખનું અનુદાન સાથે રાજકોટની શ્રી પંચનાથ હોસ્પિટલમાં એયરોક્સ, ટેકનોલોજીસ. પ્રા.લી.ના 2 ઓક્સિજન પ્લાન્ટસ  ટુંક સમયમાં ઈન્સ્ટોલ થઈ રહ્યાં છે.

જૈના જૈન એસો. ઈન નોર્થ અમેરિકા, યુએસએની એક એવી સંસ્થા છે, જે વર્ષોથી નોર્થ અમેરિકાના હજારો જૈનોને જોડીને જૈન ધર્મનું સંરક્ષણ કરી તેનો પ્રચાર કરવોનો પુરુષાર્થ કરે છે. જેમાં 72 જેટલાં જૈન સેન્ટર્સ જોડાયેલાં છે અને 1,50,000 જેટલાં સભ્યો છે.

ઈમરજન્સી ઈન્ડિયા કોવીડ રિલીફ સધાર્મિક ફંડ એન્ડ હ્યુમેનીટેરીયન એઈડસ પ્રોગ્રામ હેઠળ જૈનાના પ્રેસીડેન્ટ મહેશભાઈ વાધર, હરેશભાઈ શાહ, ડો. જશવંતભાઈ મોદી, નિતીનભાઈ શાહ આદિની ભાવભરી વિનંતીથી અને સોનલબેન અજમેરાના પ્રયત્નથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને આચાર્ય ઉદયવલ્લભસૂરીજી મહારાજ સાહેબનું ઝુમ લાઈવ દ્વારા જૈનાના ભાવિકો માટે એક માંગલિક અને પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈમરન્સી ઈન્ડિયા કોવીડ રીલીફ સધાર્મિક ફંડ અને હ્યુમનટેરીયન એઈડ્સ અંતર્ગત આયોજિત માંગલિક પ્રવચનમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ અર્પણ કરવાની પ્રેરણા અને માતૃભૂમિથી દૂર રહેવા છતાં માતૃભૂમિ માટેની સદભાવના અને પરોપકારના કાર્યોની પ્રશસ્તિ એવી અંતરસ્પર્શી બની કે, એ જ સમયે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રિકાબેન શાહ, વાધર ફેમિલી ફાઉન્ડેશનના મહેશભાઈ વાધર અને વર્ધમાન ચેરિટેબલ ફાઉન્ડેશનના ડો. જશવંતભાઈ અને ડો. મીરાબેન મોદીએ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાને વધાવતાં 7 લાખ ડોલર્સ મેચીંગ ફંડ અર્પણ કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો અને સાથે-સાથે ભાવના વ્યક્ત કરી કે અન્ય સંસ્થાઓ, ભાવિકો, જૈન સેન્ટર્સ આદિ જેટલી અનુદાન અર્પણ કરશે.

ભારતના કપરા સમયમાં જૈનાના અમૂલ્ય સાથની એતિહાસિક સાક્ષી બનવાની મંગલ પ્રેરણા કરતાં, પરમ ગુરુદેવની પ્રેરણાથી પ્રેરિત થઈ ઉપસ્થિત અનેક જૈન સેન્ટર્સ, સંસ્થાઓ અને ભાવિકોએ પણ ભક્તિભાવે જોડાઈને પોતાનું અનુદાન જાહેર કર્યુ હતું.

જૈનાનાં અનુદાન અને સદ્ભાવનાથી ભારતની આ 13- હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, ઈન્સ્ટોલ  કરવા માટે અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી 1948 આઈસીયુને અને 148 બેડસને સહાય મળશે.

કાલિદાસ હોસ્પિટલ-વ્યારા, સેવા રૂરલ હોસ્પિટલ-ઝગડિયા, શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ-ધરમપુર, અલીપોર હોસ્પિટલ-નવસારી, જીવન જ્યોત જનરલ હોસ્પિટલ / પીએમએસ મોરનીટી નર્સિંગ હોમ, કાશ્મીરની હોસ્પિટલ, ગુજરાતની હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ-રાજકોટ, વીરાયતન, સમર્પણ હોસ્પિટલ-જામનગર, દયાનંદ હોસ્પિટલ-તલાસરી, કાંદિવલીની હોસ્પિટલ, વીરાયતન-કચ્છ ઓક્સિજન પ્લાન્ટસે માત્ર વર્તમાન કોવિડ-19 પરિસ્થિતિ માટે નથી પણ ઓક્સિજન પ્લાન્ટસ દ્વારા બીજા 15-20 વર્ષ સુધી અનેક દર્દીઓને ઓક્સિજનના અભાવનું સમાધાન પ્રાપ્ત થશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણા અને જૈનાના પુરુષાર્થથી, ઉદારહૃદયા દાતાઓના અનુદાનથી ટૂંક સમયમાં જ ભારતની રાજાણી નગરી રાજકોટમાં શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પંચનાથ હોસ્પિટલમાં ઓક્સિજન જેનરેશન પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે એ માટે 80 લાખનું ફંડ હોસ્પિટલને પ્રાપ્ત થઈ ગયું છે.

શ્રી પંચનાથ હોસ્પિટલરાહત દરે દર્દીઓની સારવાર કરે છે. શ્રી પંચનાથ કોવિડ-19 રજિસ્ટર હોસ્પિટલ છે. શ્રી પંચનાથ હોસ્પિટલના પ્રમુખ દેવાંગભાઈ માંકડ અને મંત્રી મયુરભાઈ શાહ એ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને જણાવ્યું કે, ભવિષ્યમાં અમે ગોંડલ સંપ્રદાયના સર્વ સાધુ-સાધ્વીજીઓની સર્વ પ્રકારની સેવા-સુશ્રુસા નિ:શુલ્ક  કરીશું.

તે માટે પૂજ્ય નમ્રમુનિની પ્રેરણાથી પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, મયુરભાઈ શાહ અને હિતેશભાઈ મહેતાની નિમણૂંક કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.