Abtak Media Google News

નિવૃત પોલીસ કર્મીના કારણે આપઘાત કર્યો હોવાનો અને યુવકે લખેલી સ્યુસાઈડ નોટ ગાયબ કરી બનાવને આપઘાતમાં ખપાવી દેવા તંત્રવાહકો સામે આક્ષેપ પરિવારજનો અને અગ્રણીઓના ધરણા

ભેંસાણનાં ખંભાળીયા ગામે જીઆરડી યુવકે તેની ત્રણ પુત્રીઓને કુવામાં ધકેલી દઈ પોતે પણ આત્મહત્યા કરી લેવાની અઢી માસ પહેલાની ઘટનામાં પોલીસ દ્વારા તટસ્થ તપાસની માંગ સાથે ભેંસાણ પોલીસ સ્ટેશન પાસે મરણ જનારના પરીવારજનો અને સંગઠનના અગ્રણીઓ દ્વારા ધરણા ધરવામાં આવ્યા છે જેનો આજે ચોથો દિવસ છે.

જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ગામે તા.૧૮/૧૨/૨૦૧૯નાં રોજ જીઆરડી જવાન રસિકભાઈ દેવાભાઈ સોલંકીએ પોતાની ૩ ફુલ સમાન દીકરીઓ રીયા (ઉ.વ.૯), અંજલી (ઉ.વ.૭) તથા જલ્પા (ઉ.વ.૨)ને એક ખેડુતના કુવામાં ધકેલી દેતા ત્રણેય માસુમ દીકરીઓના મોત થવા પામ્યા હતા. જયારે રસિકભાઈ સોલંકીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાએ જે-તે વખતે સોરઠ પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. દરમિયાન આ ઘટનામાં મરણ જનાર રસિકભાઈના ભાઈ વાલજીભાઈ દેવાભાઈ સોલંકીએ ગત તા.૧૧/૧/૨૦૨૦માં જીલ્લા પોલીસ વડાને ૪ પાનાની ફરિયાદ અરજી કરી જણાવેલ હતું કે, તેના ભાઈની આત્મહત્યા પાછળ માણસ વધ છે કોઈ વ્યકિત તંત્ર આમાં જવાબદાર છે અને તેની તટસ્થ તથા ન્યાયીક તપાસ થાય તેવી માંગણી કરી હતી.

Screenshot 1 46

જીલ્લા પોલીસ વડાને અપાયેલ આ ફરિયાદ અરજીમાં મરણ જનાર રસિકભાઈ સોલંકી જયારે જીઆરડીમાં ફરજ બજાવતા હતા ત્યારે ભેંસાણ જીઆરડીનો વહિવટ કરતા નિવૃત પોલીસ કર્મી સુર્યકાન્તભાઈ મહેતા ફરજ દરમિયાન ગાળો આપતા જાતીવાદ કરી પુરતી નોકરી આપતા નહીં. નોકરીમાં અપરોધ કરતા હોવાથી રસિકભાઈએ ડીપ્રેશનમાં આવું પગલું ભર્યું હતું અને દીકરીઓને કુવામાં ધકેલી દઈ પોતે પણ મોતનો માર્ગ લઈ લીધો પરંતુ આ આપઘાત નથી મનુષ્ય વધ છે તેમાં સુર્યકાન્તભાઈ મહેતા અને તંત્ર જવાબદાર છે. વાલજીભાઈ દેવાભાઈ સોલંકીએ પોલીસ વડાને પાઠવેલ ફરિયાદ અરજીમાં મરણ જનારે ઘટના વખતે પહેરેલ કોટમાં સ્યુસાઈટ નોટ લખેલ હતી તે ગાયબ કરવામાં આવી હોવાના તથા પરીવારજનોને તેમજ સરકારને ગુમરાહ કરવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ અરજી બાબતે કોઈ યોગ્ય તપાસ કે કાર્યવાહી ન થતા મરણ જનાર રસિકભાઈ સોલંકીના પરીવારજનો તથા સમાજના આગેવાનો દ્વારા ભેંસાણ પોલીસ સ્ટેશન સામે અપમૃત્યુ સંબંધે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે જેનો આજે ચોથો દિવસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.