Abtak Media Google News

ઓરડી અને પ્લીન્થ લેવલ બીમ સુધીના બાંધકામો પર બુલડોઝર ફેરવી રૂ.67.50 લાખની જમીન ખૂલ્લી કરાવાઇ

કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપીના અનામત પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલા બે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બજાર કિંમત મુજબ 67.50 લાખની કિંમતની 105 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે સવારે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરાયા હતા. વોર્ડ નં.1માં ટીપી સ્કિમ નં.22 (રૈયા)માં મારવાડી વાસ વિસ્તારમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટેના પ્લોટમાં 25 ચો.મી. જમીન પર ખડકાઇ ગયેલું ઓરડીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપીનો કાફલો વોર્ડ નં.9માં ત્રાટક્યો હતો. અહીં ટીપી સ્કિમ નં.16 (રૈયા)ના ફાઇનલ પ્લોટ નં.16-બીમાં ગંગોત્રી મેઇન રોડ પામ યુનિવર્સની પાછળ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટેના પ્લોટમાં 85 ચો.મી. જમીન પર ખડકાયેલું પ્લીન્થ લેવલ બીમનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને બંને સ્થળે કુલ 105 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. જેની બજાર કિંમત આશરે 67.50 લાખ જેવી થવા પામે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.