Abtak Media Google News

સ્થળ ઉપર ડિમોલિશન કરવા પહોંચેલા તાલુકા મામલતદારને થોભી જવાનો ઓર્ડર મળ્યો : 211 જેટલા ઇટોના ભઠ્ઠાવાળાઓનું રજુઆત સાંભળી બાદમાં નિર્ણય લેવા સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની ભલામણ મળતા કલેકટરે તેમની સાથે બેઠક કરી રજૂઆતો સાંભળી

આણંદપરમાં અંદાજે 100 કરોડથી પણ વધુની કિંમતની જમીન ઉપર આજે તાલુકા મામલતદાર ટિમ ડીમોલેશન કરવા પહોંચી હતી. જો કે ડીમોલેશન શરૂ થાય તે પૂર્વે જ ઉપરથી થોભી જવાનો ઓર્ડર મળતા ડીમોલેશન અટકાવી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ તાલુકાના આણંદપર ગામે સર્વે નં.207ની 43 એકર જમીન ઉપર 211 જેટલા ઇટોના ભઠ્ઠાનું દબાણ હતું. જેનું આજે તાલુકા મામલતદાર કરમટા અને તેમની ટિમ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ આ ઇટોના ભઠ્ઠાવાળાઓએ સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને રજુઆત કરી હતી. પરિણામે બન્ને નેતાઓએ કલેકટરને આ લોકોને સાંભળી બાદમાં નિર્ણય લેવા રજુઆત કરી હતી. જેથી કલેકટરે આ ડીમોલેશન અટકાવી દીધું હતું.

ઈંટોના ભઠ્ઠાવાળાઓના જણાવ્યા અનુસાર આણંદપરના સ.નં.207 પૈકીમાં 211 ઇંટ ભઠ્ઠી ધારકોને આજી નદી અને શહેરના અન્ય વિસ્તારમાં ચાલતા ઇંટ ભઠ્ઠાની સામે વૈકલ્પીક જમીન મહેસુલ વિભાગ ગાંધીનગરના તા.7/5/94ના પત્રથી ફાળવાયેલ છે. મહેસુલ વિભાગના પત્રની ગાઇડલાઇન મુજબ ઇંટ ઉત્પાદકોએ આજી નદી અને શહેરી વિસ્તારમાં ચાલતા પોતાના ઇંટ ભઠ્ઠા એકમની જમીન સરકારને ખાલી કબ્જે સોંપેલ છે તેમજ વૈકલ્પીક જમીનની બજાર કિંમત મુજબ થતી કબ્જા કિંમત પણ ભરપાઇ કરેલ છે.

ઇંટ ઉત્પાદકોએ પોતાને મળનાર વૈકલ્પીક જમીનની કિંમત ભર્યા બાદ મહેસુલ વિભાગના 1994ના પત્રની ગાઇડલાઇન મુજબ સ્થાનિક તંત્રએ વૈકલ્પીક જમીનમાં માપ મુજબ પ્લેટીંગ કરી નીયત નમુનાની શનદ સોંપી કાર્યવાહી પુરી કરવાની થતી હતી. પરંતુ આ બંને કામ સ્થાનિક તંત્રએ કર્યા વગર સદરહુ વૈકલ્પીક જમીન સને 2010 નાયબ કલેક્ટરે શરત ભંગ કરેલ હતી. જેની સામે 211 ઇંટ ઉત્પાદકો કલેક્ટરમાં ત્યારબાદ નાયબ કલેક્ટરમાં અને પુન:કલેક્ટરમાં અપીલમાં ગયેલ. જેમાં દર વખતે અમારી રજૂઆતના ખોટા અર્થઘટન કરી શરતભંગ કરેલ છે.

211 ઇંટ ઉત્પાદકો સને 1994થી પોતાને મળનાર વૈકલ્પીક જમીનના હક્ક માટે લડી રહ્યા છે. ત્યારે ઇંટ ઉત્પાદકોને ન્યાયીક પ્રક્રીયાનો ચાન્સ આપ્યા વગર થનાર ડિમોલીશનની કાર્યવાહી માટે મુખ્યમંત્રી, કલેક્ટર, નાયબ કલેક્ટર વિગેરેને તા.15/8/23 થી ઇ-મેઇલ દ્વારા રજૂઆતો કરાઇ છે. જેમાં કલેક્ટરના શરત ભંગના છેલ્લા હુકમને રદ્ કરી ઇંટ ઉત્પાદકોને વૈકલ્પીક જમીનની માપણી કરી-નિયત નમુનાની સનદ સાથે સોંપી આપવા જણાવેલ છે કે ઇંટ ઉત્પાદકોને ઉપલી કોર્ટમાં ન્યાયીક પ્રક્રિયાને પુર્ણ કરવા યોગ્ય સમય આપવા રજૂઆતો થયેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.