Abtak Media Google News

રૂા.૨૬૦ કરોડના ટાર્ગેટ સામે માત્ર ૧૫૧.૭૦ કરોડની આવક: ટેકસ બ્રાન્ચે શો સજાવ્યા

ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાન્ચને આપેલા ૨૬૦ કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં માત્ર ૧૫૧.૭૦ કરોડની વસુલાત વા પામી છે. નાણાકીય વર્ષ પૂરું થવા આડે માત્ર અઢી માસ બાકી રહ્યાં છે. ત્યારે ટેકસ બ્રાન્ચે શો સજાવ્યા છે. એક લાખ કે તેથી વધુ બાકી ધરાવતા આસામીઓ સામે આવતીકાલી હાડ રીકવરી શરૂ કરવામાં આવશે. ઝોન વાઈઝ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કે બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે. ત્યારબાદ તેની જાહેર હરરાજી કરી દેવામાં આવશે. તમામને વોર્ડ ઓફિસર દ્વારા જપ્તી નોટિસ ફટકારી દેવામાં આવી છે.આ અંગે ટેકસ બ્રાન્ચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આવતીકાલી શહેરના તમામ ૧૮ વોર્ડમાં હાડ રીકવરી શરૂ કરવામાં આવશે. શહેરના ત્રણેય ઝોન માટે કુલ ૬ ટીમો બનાવવામાં આવી છે. એક લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા ૪૦૦૦થી વધુ બાકીદારોને આસીસ્ટન્ટ કમિશનર અને વોર્ડ ઓફિસર દ્વારા જપ્તી નોટિસ ફટકારી દેવામાં આવી છે. કાલે સવારી મિલકત સીલીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબકકે મિલકત સીલ કરાશે જો બાકીદારો છતાં વેરો ભરવાની તસ્દી નહીં લે તો મિલકતની જાહેર હરરાજી કરી દેવામાં આવશે.

બીજી તરફ એક લાખ  સુધીનો બાકી વેરો ધરાવતા આસામીઓના નળ જોડાણ કે ડેનેજ જોડાણ કાપવા સહિતની કામગીરી ટૂંકમાં શરૂ કરી દેવામાં આવશે. સામાન્ય રીતે નવેમ્બર કે ડિસેમ્બર માસમાં જ ટેકસ રીકવરીની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે ટેકસ બ્રાન્ચને સ્ટાફની ફાળવણી કરવામાં ન આવતા રીકવરી શરૂ થઈ શકી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.