Abtak Media Google News

આશાપુરા ટી સ્ટોલે રસ્તા પર ટોયલેટ તથા બાથ‚મ ખડકી દીધું હતું: સાઈનબોર્ડ પર હટાવાયા

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનાં આદેશને પગલે આજે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ મેઈન રોડ પર ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ ૧૪ સ્થળે છાપરા, સાઈનબોર્ડ સહિતનાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ મેઈન રોડ પર હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં આશાપુરા ટી સ્ટોલ દ્વારા રસ્તા પર ટોયલેટ અને બાથ‚રૂમનું ખડકેલું દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. જયારે શ્રીરામ રેસ્ટોરન્ટનાં પાર્કિંગમાં છાપરા અને ચીમનીનું દબાણ, નિલકંઠ બેકરીનું રોડ પર સાઈનબોર્ડનું દબાણ, શકિત હોટલનું પાર્કિંગમાં છાપરાનું દબાણ, ન્યુ વિકાસ ડેરી ફાર્મ દ્વારા પાર્કિંગમાં ખડકેલું છાપરાનું દબાણ, શાંતિ નિકેતન કોલેજ દ્વારા રોડ પર સાઈન બોર્ડનું દબાણ, બાલાજી ડેરીનું રોડ પર સાઈનબોર્ડનું દબાણ, ધ સ્ટુલીંગ હેર આર્ટ દ્વારા પાર્કિંગમાં છાપરાનું દબાણ, સ્વામિનારાયણ સ્ટોરનું પાર્કિંગમાં છાપરાનું દબાણ, દર્શન કલીનીકનું છાપરાનું દબાણ, કે.એન.કે.નું સાઈનબોર્ડનું દબાણ, પ્રાઈડ સ્કેલ બિલ્ડીંગ સામે પ્રાઈડ સ્કેલનું સાઈનબોર્ડનું દબાણ, ચામુંડા ફરસાણનું છાપરાનું દબાણ તથા ભવાની જનરલ સ્ટોરનાં છાપરાનું દબાણ દુર કરી આજે ૧૪ સ્થળે ખડકાયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.