Abtak Media Google News

જાહેર જીવન અગ્રણી ઉપેન મોદીની આગેવાનીમાં માધવપુરા બેન્ક કસ્ટમર એસોસીએશન શરૂ કરાયું: કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા રાજયકક્ષાના કૃષિમંત્રી પરસોતમ રૂપાલાના અથાગ પ્રયત્નોથી થાપણદારોને મરણ મુડી પરત મળી રહી છે

થાપણદારોએ બેંકમાં જવાની જરૂર નથી, નાણાં ખાતામાં જમા થશે

ગુજરાત રાજયનું સૌપ્રથમ નાણાકીય કૌભાંડ માર્ચ-૨૦૦૧માં બહાર આવ્યું. બેંકનાં ચેરમેન, મેનેજીંગ ડીરેકટર અને તે વખતનાં શેરબજારનાં કીંગ આ ત્રણે ત્રિપુટીની મીલી ભગતથી માધવપુરા બેન્કને ૧૮૦૦ કરોડનો ચુનો લગાડી દીધો તે વખતે બેંકમાં નાણા ફસાય જતાં જેમની મરણ મુડી હતી તેવા થાપણદારો, ખાતેદારો જેમાં ગરીબ, મધ્યમ વર્ગ અને બેંકમાંથી વી.આર.એસ. લઈ નિવૃત થયેલા કર્મચારીઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, જીવદયા સંસ્થાઓ, સહકારી બેંકો વગેરેના નાણા ડુબી જ ગયા હતા. આ સમયે ગુજરાતમાં અમદાવાદની જેમ રાજકોટમાં પણ માધવપુરા બેંક કસ્ટમર એસોસીએશનની શહેરમાં જાહેર જીવન અગ્રણી ઉપેનભાઈ મોદીની આગેવાનીમાં શરૂ કરવામાં આવ્યું. અહીં ઉલ્લેખનીય છે કે, સતત ૧૯ વર્ષ સુધી એક પણ થાપણદાર પાસે ચાર્જ લીધા વગર સ્વયંભુ લડત આપી હતી.

માધવપૂરા બેંક કોઈ દિવસ ઉભી થશે નહી. નાણાં મળશે નહી લોકો નિરાશ થઈ ગયા હતાં. પણ ગુજરાતનાં અને દેશભરની સહકારની ક્ષેત્રની બેંકોમાં અને સહકારી ક્ષેત્રે માધવપૂરા બેંક એપિસોડ એક સુવર્ણ જડિત અક્ષરે લખાશે કારણકે માધવપૂરા બેંક કસ્ટમર એસોસિએશન રાજકોટ તેનું માર્ચ ૨૦૦૧ થી સાક્ષી છે. ખાસ કરીને ફડચા અધિકારી તરીકે છેલ્લા પાંચ વર્ષથી પૂર્વ સહકારી રજીસ્ટાર દીલીપભાઈ રાવલ ની નિમણૂંક થઈ ત્યારથી અલગ અલગ સેટલમેન્ટ યોજનાઓ તથા ડીફોલ્ટરોને યેન-કેન પ્રકારે બેંક ને લોન પરત અપાવવામાં સફળ રહયા અને ખૂબ જ ઉમદા કામગીરીથી બેંકની આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. તેમને આ કાર્યમાં ભારત સરકારનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગુજરાતનાં સહકારી જગતનાં અગ્રણી કેન્દ્રનાં રાજયકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પરસોતમભાઈ રૂપાલા એક સૂત્રી કાર્યક્રમ કે માધવપૂરા બેંકનાં થાપણદારો અને સિનિયર સીટીઝન અને સુપર સિનીયર સીટીઝન ને તેની રકમ પરત મળવી જોઈએ તે મુજબ રીકવરીથી આવેલ નાણાંમાંથી થાપણદારોને મૂડી પરત મળે છે.

1.Monday 2 1

બેંકનાં ફડચા અધિકારી દિલીપભાઈ રાવલે રાજકોટ એસોસિએશનનાં ઉપેનભાઈ મોદીને વધુ માહિતી આપતાં જણાવેલ કે નવેમ્બર ૨૦૧૮માં માધવપૂરા બેંકે ૬૦ કરોડ જેવી રકમની ચૂકવણી કરી હતી અને આ વખતે ૪૦ કરોડ જેવી રકમ ચૂકવવામાં આવશે. જેમાં વ્યકિતગત થાપણદારોને તમામને રકમ પરત મળી જશે. સામાજીક, ધાર્મિક અને જીવદયા સંસ્થાઓને પણ ૧૦ થી ૧૨ લાખ જેવી રકમ પરત મળશે. આ ચૂકવણીમાં ગુજરાતની ૪૦ થી વધુ સહકારી બેંકો તથા કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી અને હાઉસીંગ સોસાયટી ને પોતાની રકમ પરત મળવા જઈ રહી છે. બેંકનાં ફડચા અધિકારી દિલીપભાઈ રાવલ સાથે ફોનમાં વાત થયા મુજબ ઉપરોકત ચૂકવણાની માહિતી આપેલ તેમને વધુમાં જણાવેલ કે કોરોનાં વાયરસનાં કારણે થાપણદારોને રૂબરૂ સંપર્ક કરવાનો નથી. બેંક પાસે જે માહિતી થાપણદારોએ અગાઉ આપેલ છે તે મુજબ તેમના એકાઉન્ટમાં તારીખ ૨૩ માર્ચથી ૩૦ માર્ચ સુધીમાં તેમની રકમ જમા થઈ જશે.

માધવપુરા બેંકનાં થાપણદારોની મરણ મુડી પરત અપાવવા અથાગ પરિશ્રમ કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારત સરકારનાં કેબિનેટ કક્ષાનાં મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગુજરાતનાં સરકારી જગતનાં અગ્રણી અને ભારત સરકારનાં રાજય સરકારનાં કૃષિ અને ખેડુત કલ્યાણમંત્રી પરસોતમભાઈ રૂપાલાનો થાપણદારોવતી માધવપુરા બેંક કસ્ટમર એસોસીએશનનાં પ્રમુખ ઉપેનભાઈ મોદી આભારની લાગણી વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.