Abtak Media Google News

ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયની રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ અને બંધ ફિલ્ટરને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ટાંકાનું પાણી બાથરૂમના નળ માંથી પીવા મજબૂર બન્યા છે અને છાત્રાલયના રસોડામાં તપાસ કરતા બગડેલા ઈયળુ વાળા શાકભાજી જોવા મળ્યા અને અગાઉ ઘણીવાર શાકમાં પણ ઈયળૂ નીકળેલ જેની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકને જાણ કરતા સંચાલક દ્વારા ઉદ્ધતાઈથી એવું કહેવામાં આવ્યું કે “તમે છાત્રાલયમાં ભણવા આવો છો નહીં કે સારું જમવા” તો આવા ગેરજવાબદાર સરકારી અધિકારી સામે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવા અને  વિદ્યાર્થીઓના રૂમના દરવાજા તૂટેલા છે અને અમુક રૂમમાં દરવાજા છે જ નહીં.

અને છાત્રાલયમાં ગંદગી ના થર જામ્યા છે અને છાત્રાલયમાં એટલી દુર્ગંધ આવે છે કે અંદર ઉભું રહેવું પણ મુશ્કેલ છે અને વિદ્યાર્થીઓની રૂમમાં દરવાજાના અભાવે રખડતા કૂતરા એમના પલંગ પર સુતા જોવા મળે છે અને છાત્રાલય રખડતા કૂતરાઓનો અડ્ડો બની ગયો છે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન એન.એસ.યુ.આઈના પ્રવક્તા યોગેશ ગોસ્વામી,રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ પ્રમુખ કરણ કોટડીયા,શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા,ઉપપ્રમુખ રમેશ લાખણોત્રા,હિતેશ સોલંકી,સિદ્ધાંત જીવાણી,કાનાદાદા પંડ્યા યાસીન ઝાલોરી,દિપક વાળા, ઋત્વિક રાઠોડ,આદિલ જુનેજા એ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યુ હતું…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.