Abtak Media Google News

ભાદરમાં ૧.૩૦ ફુટ, આજીમાં ૨.૮૦ ફુટ અને ન્યારીમાં ૩.૬૧ ફુટ નવા નીરની આવક: જળાશયોમાં વિશાળ જળરાશી નિહાળવા લોકો ઉમટી પડયા

Rajkot
rajkot

રાજકોટ જળજ‚રીયાત સંતોષતા પાંચ પૈકી બે જળાશયો ઓવરફલો થઈ ગયા છે. દરમિયાન મુખ્ય ત્રણ જળાશયો ભાદર, આજી અને ન્યારીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેરના કારણે અનરાધાર નવા નીરની આવક થવા પામી છે. ભાદરમાં ૧.૩૦ ફુટ, આજીમાં ૨.૮૦ ફુટ અને ન્યારીમાં ૩.૬૧ ફુટ પાણીની આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. જળાશયોમાં વિશાળ જળરાશી નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા.

આ અંગે મહાપાલિકા તથા સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટની જળજ‚રીયાત સંતોષતા ભાદર ડેમમાં આજે બપોર સુધીમાં ૧.૩૦ ફુટ નવા નીરની આવક થવા પામી છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની જીવંત સપાટી હાલ ૫.૮૦ ફુટે પહોંચી જવા પામી છે. ૬૬૪૪ એમસીએફટીની સંગ્રહ શકિત ધરાવતા ભાદર ડેમમાં હાલ ૧૮૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદરમાંથી રાજકોટનું દૈનિક ૪૫ એમએલડી પાણી કરાર મુજબ આપવામાં આવે છે. આ આંકડાને ધ્યાનમાં રાખવામાં આવે તો રાજકોટને બે માસ ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં હાલ સંગ્રહિત છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદરમાં ૪૫ એમસીએફટી પાણી આવ્યું છે. જે રાજકોટને ૨૨ દિવસ ચાલશે.

આ ઉપરાંત આજી ડેમમાં આજે બપોર સુધીમાં ૨.૮૦ ફુટ નવા નીરની આવક થવા પામી છે. ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા આજીડેમની જીવંત જળસપાટી હાલ ૨૦.૫૦ ફુટે પહોંચી જવા પામી છે. આજી ઓવરફલો થવામાં હવે માત્ર ૭.૫૦ ફુટ છેટો છે. ૯૩૦ એમસીએફટીની સંગ્રહ શકિત ધરાવતા આજીમાં હાલ ૪૪૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજીમાંથી રોજ બે એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. બાષ્પીભવન અને જમીનમાં શોષાતા પાણીને બાદ કરવામાં આવે તો આજીમાં હાલ રાજકોટને ૫ માસ ચાલે તેટલું પાણી સંગ્રહિત છે. નવું ૨.૮૦ ફુટ પાણી આવ્યું છે તે રાજકોટને ૪૦ દિવસ ચાલે તેટલું છે. મહાપાલિકાની માલિકીના એકમાત્ર એવા જળાશય ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩.૬૧ ફુટ નવા નીરની આવક થવા પામી છે. ૨૧.૮૦ ફુટની ઉંડાઈ ધરાવતા ન્યારી ડેમમાં હાલ ૧૩.૬૧ ફુટ પાણી ભરેલું છે. ૯૪૪ એમસીએફટીની જળસંગ્રહ શકિત સામે ડેમમાં હાલ ૩૧૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. નવું ૧૨૦ એમસીએફટી પાણી આવ્યું છે જે રાજકોટને ૫૦ દિવસ ચાલશે. હાલ ન્યારી ડેમમાં રાજકોટને ચાર માસ ચાલે તેટલું પાણી સંગ્રહિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં લાલપરી અને રાંદરડા સહિતના જળાશયો ઓવરફલો થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.