Abtak Media Google News

જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ જયાં બિરાજમાન છે.અને લાખો કરોડો યાત્રીકો બહારથી નિયમીત સોમનાથ દર્શને આવતા જ રહે છે. તથા પ્રભાસ પાટણમાં વાડી વિસ્તાર સહિત અંદાજે વીસથી 25 હજારની વસ્તી છે.તથા સુરક્ષા સેનાનો અહી મોટો કાફલો છે.આમ છતાં આરોગ્ય તંત્રે પ્રભાસપાટણમાં કોરોના કવચની રસીનું રસીકરણ કેન્દ્ર સરકારે લીસ્ટમાં બહાર પાડયું હોવા છતાં ધરાર નથી ખુલ્યું આમ વાસીદામાં સાંબેલું વળાઈ ગયું છે. કારણ કે નાના નાના ગામડાઓમાં આવી રસી દેવાય છે.નાના એવા ભીડીયામાં છે. પણ પાટણમાં નથી જયારે પાટણમાં તો બહારથી આવતા યાત્રીકો સાથે તમામને ધંધા ધાપાને કારણે સંપર્ક રાખવો પડે છે.સંપન્ન અને ન છૂટકે મોંઘાદાટ રીક્ષા ભાડાઓ ખરચી લોકો વેરાવળ સુધી લાંબા થાય છે. અને હાડમારી વેઠે છે. બીજી તરફ ટી.વી.ની ગમે તે ચેનલ ખોલો હાથ ઘૂઓ, સેનેટાઈઝર કરાવો અને રસીકરણ કરાવો 24એ કલાક દેખાડે રખાતું હોય છે.સરકારે તાબડતોબ હુકમ કરી અને પ્રભાસનાં દરેક જ્ઞાતિનાં આગેવાનોને આ વ્યવસ્થા ગોઠવાઈ છે તેવી ખાત્રી આપી બહોળો પ્રચાર અને જનસંપર્ક સાથે રસીકરણ કેન્દ્ર ખૂલ્લું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.