Abtak Media Google News

કોરોનાનાં દર્દીઓના નામ-સરનામાં જાહેર કરવાની માંગ સાથે

વશરામ સાગઠીયા,ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી અને મનસુખ કાલરીયાને પોલીસ ઉપાડી લીધા: વિપક્ષ અવાજ દબાવી દેવાનો હીન પ્રયાસ

કોરોનાના  દર્દીના નામ અને સરનામાં જાહેર કરવાની માંગ સાથે આજે મંજૂરી ન મળવા છતાં કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉપવાસ આંદોલન છેડનાર વિરોધ પક્ષના નેતા સહિત ચાર કોંગી કોર્પોરેટરોની પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ હેડ ક્વાર્ટરે બેસાડી દેવામાં આવ્યા હતા.

કોરોના પોઝીટીવ દર્દીના નામ અને સરનામાં મહાનગરપાલિકા દ્વારા ૧૮ માર્ચથી ૨૬મી જુલાઇ સુધી જાહેર કરવામાં આવતા હતા પરંતુ  મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા ૨૭ મી જુલાઈથી ફક્ત આંકડાઓ જાહેર કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા ત્રણ વાર મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નરને લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં શહેરમાં કોરોના પોઝીટીવ કેસોના નામ અને સરનામાં જાહેર કરવામાં આવતા નથી તેની પાછળ જો કોઈ કારણ હોય તો તાજેતરમાં જ રાજકોટમાં મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે ખાનગીમાં મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ આપવામાં આવ્યા હોય કે રાજકોટના દર્દીઓના નામ અને સરનામાં જાહેર ન કરવા તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હમણાં સુધી નામ સરનામાં જાહેર થતા હતા ત્યારે કોઈ કાયદા અમલમાં ન હતા અને વિજયભાઈની રાજકોટની મુલાકાત બાદ રાતોરાત કાયદાઓ અમલમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે આજની તારીખે પણ જામનગર આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે આવેલા પાંચ પોઝીટીવ કેસના નામ અને સરનામાં જાહેર કરવામાં આવ્યા હતા  તેમજ કચ્છ જિલ્લામાં રોજેરોજ નામ અને સરનામાં જાહેર કરવામાં આવે છે ત્યારે બધા શહેરો માટે શું અલગ અલગ કાયદાઓ હોય શકે ?તેવો સવાલ આજે ઉપવાસ આંદોલન પર બેઠેલા વિરોધપક્ષના નેતા વશરામ સાગથિયા,પૂર્વ નેતા ગાયત્રીબા વધેલા ,અતુલ રાજાની અને મનસુખ કાલરીયાએ જણાવ્યું હતું.

Img 5486

તેઓએ ઉમેર્યુ હતું કે, ત્યારે  એ જ સમજાતું કે દેશના ગૃહ પ્રધાનનું નામ જાહેર થઇ શકતું હોય, સુપર સ્ટાર હીરોનું નામ જાહેર થઇ શકતું હોય ગુજરાત ભાજપના પ્રમુખ ના ભાઈ અને ડ્રાઈવરનું નામ જાહેર થઇ શકતું હોય તો રાજકોટની જનતાના હિત માટે શહેરમાં શા માટે નામ જાહેર નથી થઇ શકતા ? અને તેમ છતાં  કમિશ્નર નામો જાહેર નથી કરતા તો આગામી દિવસોમાં મહામારી ફેલાશે તેના જવાબદાર માત્ર ને માત્ર મ્યુનિસિપલ કમિશ્નર જ રહેશે તેવું વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

કમિશ્નર દ્રારા ગત ૨૭મી જુલાઈથી કોરોનાનાં દર્દીના નામો જાહેર કરવામાં આવતા નથી.કોંગેસ દ્વારા કોરોના પોઝીટીવ કેસોના નામ અને સરનામાં જાહેર કરવા માટેની રજુઆતો પરત્વે નાયબ કમિશ્નર દ્વારા લેખિત પ્રત્યુત્તર આપવામાં આવેલ છે અને તેમાં સ્પષ્ટપણે લખેલ છે કે સંક્રમિતનું સરનામુ જ જાહેર કરવામાં આવે છે. વાસ્તવમાં આ સરનામાં પણ જાહેર કરવામાં નથી આવતા તે રાજકોટની જનતા જાણે જ છે. આના ઉપરથી સ્પષ્ટપણે શાબિત થાય છે કે રાજકોટ મહાનગરપાલિકાના બંને આઈ એ એસ અધિકારીઓમાં જ જો સંકલન નથી ત્યારે મહાપાલિકાનું તંત્ર રામભરોસે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.