Abtak Media Google News

કપલ કલબમાં ૬૦૦૦, ચિલ્ડ્રન કલબમાં ૪૫૦૦, લેડીઝ કલબમાં ૨૬૦૦, સિનિયર સિટીઝનમાં ૨૨૦૦, જેન્ટસ કલબમાં ૬૦૦, ઇવનીંગ પોસ્ટમાં ૧૨૦૦ અને ઇન્ડોર સ્ટેડિયમમાં ર૦૦૦ સભ્યો નોંધાયા

૩૬ વર્ષથી કાર્યરત સંસ્થા સરગમ પરિવારનો આ વખતે વધુ વિસ્તાર થયો છે અને ૨૦૧૮-૨૦૧૯ના વર્ષમાં ૧૯૦૦૦ થી વધુ સભ્યો નોંધાયા છે. સરગમ કલબ માત્ર ટોકન ફી લઇને આખું વર્ષ અનેક કાર્યક્રમો આપતું હોવાથી વધુ ન વધુ લોકો આ કલબના સભ્ય બની રહ્યા છે અને પરિવારમાં જોડાઇ રહ્યા છે. નવા નોંધાયેલા સભ્યો માટે એપ્રિલ અને મે મસાના અનેક આકર્ષણપ કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પત્રકારોને કહ્યું હતું કે સરગમ પરિવારમાં જોડાવા માગતા લોકોને હજુ છેલ્લી તક છે અને તેઓ જાગનાથ મંદીર પાસે આવેલી ઓફીસમાંથી ફોર્મ મેળવીને સભ્ય બની શકે છે.

તેમણે ઉમેર્યુ હતું કે આ વખતે સરગમ કપલ કલબમાં ૬૦૦૦, ચિલ્ડ્રન કલબમાં ૪પ૦૦, લેડીઝ કલબમાં ૨૬૦૦, સીનીયર સીટીઝન કલબમાં રર૦૦, જેન્ટસ કલમબમાં ૬૦૦, ઇવનિંગ પોસ્ટમાં ૧૨૦૦ અને ઇન્ડોર સ્ટેડીયમમાં ર૦૦૦ જેટલા સભ્યો નોંધાયા છે. નવા સભ્યોને પ્રથમ કાર્યક્રમ રુપે મુંબઇનું પ્રખ્યાત નાટક બતાવવામાં આવશે. સરગમ પરિવારના સભ્યો માટે બોલીવુડ મ્યુઝીકલ નાઇટનું આયોજન પણ કર્યુ છે. જયારે બાળ સભ્યો માટે વોટક પાર્ક, ફનવર્લ્ડ અને ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજયના સ્થાપના દિવસ નીમીતે સમય ટ્રેનીંગ કલાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સરગમ કલબના સભ્યો માટે દુબઇના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે સરગમ કલબના વાર્ષિક હિસાબો તેમજ નવા હોદેદારોની વરણી માટે વાર્ષિક સાધારણ સભા પણ યોજવામાં આવી છે.

વાર્ષિક સાધારણ સભા

ગુણવંતભાઇ ડેલાવાળાએ કહ્યું હતું કે સરગમ કલબની ૨૦૧૭-૧૮ ના વાર્ષિક હિસાબોને મંજુરી આપવા માટે વાર્ષિક સાધારણ સભા આગામી ૮મી એપ્રીલને રવિવારે ૭ કલાકે હેમુ ગઢવી હોલ નાટયગૃહ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વાર્ષિક હિસાબો મંજુર કરવા ઉપરાંત ટ્રસ્ટ અને ટ્રસ્ટ સંચાલીત પ્રવૃત્તિઓને બહાલી આપવામાં આવશે. સાથો સાથ સરગમ કલબના નવા વર્ષના ભાવિ પ્રોજેકટની ચર્ચા અને સલાહકાર નવા સભ્યોની જાહેરાત પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં માત્ર જેન્ટસ કલબના સભ્યો ઉપરાંત આમંત્રીકો અને સરગમના કમીટી મેમ્બરને જ પ્રવેશ આપવામાં આવશે.

સભ્ય બનવાની તક

ગુણવંતભાઇ ડેલાવાળાએ કહ્યું હતું  કે સરગમ પરિવારના સભ્ય બનવાની હજુ એક તક છે. અને રહી ગયેલા લોકો જાગનાથ મંદીર પાસે આવેલી ગુણવંતભાઇ ડેલાવાળાની ઓફીસમાં સવારે ૯ થી ૧ અને ૪ થી ૭ દરમિયાન ફી ભરી શકે છે. ચિલ્ડ્રન કલબ માટે એક વર્ષના રૂ ૪૦૦ , લેડીઝ કલબના રૂ ૫૦૦ જેન્ટસ કલબના રૂ ૬૦૦ સીનીયર સીટીઝન કલબના રૂ ૬૦૦ અને કપલ કલબના રૂ. ૧૨૦૦ ફી લેવામાં આવશે.

સરગમ જેન્ટસ કલબ

સરગમ જેન્ટસ કલબના નવા વર્ષના સભ્યો માટે મુંબઇનું પ્રખ્યાત નાટક કોફી વીથ કોકીલા આગામી તા. ૨૯-૪-૧૮ ના રોજ યોજાયું છે.

મુંબઇના નિષેશ દ્વારા લિખિત અને ધર્મેશ વ્યાસ દિગ્દર્શિત અને સુશીલા શાહ તથા મલ્લિકા શાહ આવટે નિર્મિત આ નાટકમાં પા દિવેટીયા, ધ્રુવ બારોટ, રિતિકા શાહ અને મેહુલ બુચ સહિતના ટી.વી. કલાકારો અભિનય આપી રહ્યા છે. સરગમ જેન્ટસ કલબના સભ્ય નંબર ૧ થી ૬૦૦ માટે આ નાટક તા. ૨૯-૪-૧૮ ને રવિવારે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજવામાં આવશે. આ શોમાં આમંત્રિત દાતાઓ અધિકારીઓ વગેરે ઉ૫સ્થિત રહેશે.

સરગમ લેડીઝ કલબ

સરગમ લેડીઝન કલબના નવા સભ્ય નં. ૧ થી ૧૩૦૦ માટે આ નાટક શો તા. ૨૮-૪-૨૦૧૮ ને શનિવારે બપોરે ૩ થી ૫.૩૦ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહમાં યોજવામાં આવશે. જયારે સભ્ય નં. ૧૩૦૧ થી રપ૦૦ માટે તા. ૨૯-૪-૨૦૧૮ ને રવિવારે બપોરે ૩ થી ૫.૩૦ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.

સરગમ સીનીયર સીટીઝન કલબ

સરગમ સીનીયર સીટીઝન કલબના સભ્યો માટે આ નાટકનો પ્રથમ શો સભ્નં.૧ થી ૧૨૦૦ માટે તા.૨૮.૪ને રવિવારે સાંજે ૬.૩૦ થી ૯ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે જયારે બીજો શો તા. ૨૯-૪ ને રવિવારે સભ્ય નં. ૧૨૦૧ થી ૨૪૦૦ માટે સાંજે ૬.૩૦ થી ૯ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.

સીનીયર સીટીઝન ઈવનીંગ પોસ્ટ પાર્ક

કલેકટર તંત્ર દ્વારા નિર્મિત અને સરગમ કલબ સંચાલીત ઈવનીંગ પોસ્ટ પાર્કમાં ૨૦૦ વાર્ષિક ફી ભરીને સભ્ય બની શકાય છે. સીનીયર સીટીઝન પાર્કનાં નવા સભ્યો માટે તા. ૨૯-૪ ને રવિવારે સાંજે ૬ થી ૯ દરમિયાન સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લતા મંગેશકર, સ્વ. મુકેશકુમાર, સ્વ. મહમદ રફી સહિતના ગાયક કલાકારોના હિટ ગીતનોકાર્યક્રમ નગમે સુહાને અપને યોજાશે. આ કાર્યક્રમમાં દેવયાની ચક્રવર્તી વોઈસ ઓફ લતા આશા, બિમલ શાહ વોઈસ ઓફ મુકેશ, પ્રીતી ભટ્ટ એન્કર સીંગર, પ્રવિણ મકવાણા, સતીષ કોટક, વર્સેટાઈલ સીંગર તેમજ હાન જોબણ રિયલ સાઉન્ડ સહિતના કલાકારો ગીત સંગીતની જબાવટ કરશે. આ કાર્યક્રમ ઈવનીંગ પોસ્ટ પાર્ક, જિલ્લા બેંકની બાજુમાં, જયુબેલી પાસે યોજાશે.

સરગમ ચિલ્ડ્રન કલબ

સરગમ કલબ દ્વારા બાળમિત્રો માટે પર વોટરપાર્ક, ફનવર્લ્ડની પીકનીક અને ફિલ્મ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૬-૪-૧૮ને ગુ‚વાર અને તા. ૨૭-૪-૧૮ને શુક્રવાર એમ બે દિવસ દરરોજ ૧૦૦૦-૧૦૦૦ બાળમિત્રોને ક્રિશ્ર્ના વોટર પાર્ક લઈ જવામાં આવશષ. આ માટે સવારે ૮ કલાકે બસ ઉપડશે જે સવારે ૧૦ વાગ્યે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે પરત ફરશે. જયારે ફનવર્લ્ડ પીકનીકની પ્રથમ ટ્રીપ ૩૦-૪-૧૮ને સામેવારે સવારે ૮ થી ૧૦.૧૫ દરમિયાન સભ્ય નં.૧ થી ૧૫૦૦ માટે, બીજી ટ્રીપ તા.૧-૫-૧૮ને મંળવારે સવારે ૮ થી ૧૦.૧૫ દરમિયાન સભ્ય નં. ૧૫૦૧ થી ૩૦૦૦ માટે અને ત્રીજી ટ્રીપ તા. ૨-૫-૧૮ને બુધવાર સવારે ૮ થી ૧૦.૧૫ દરમિયાન સભ્ય નં. ૩૦૦૧-૪૫૦૦ માટે યોજવામાં આવી છે. આ પછી ફિલ્મ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ શો તા. ૭-૫-૧૮ને સોમવારે સવારે ૯ થી ૧૧.૩૦ દરમિયાન સભ્ય નં. ૧ થી ૧૫૦૦ માટે હેમુ ગઢવી નાટય ગૃહમાં યોજાશે. આ પછી બીજો શો તા. ૮-૫-૧૮ને મંગળવારે સવારે ૯ થી ૧૧.૩૦ દરમિયાન સભ્ય નં. ૧૫૦૧ થી ૩૦૦૦ માટે અને ત્રીજો શો તા. ૯-૫-૧૮ને બુધવારે સવારે ૯ થી ૧૧.૩૦ દરમિયાન સભ્ય નં. ૩૦૦૧-૪૫૦૦ માટે યોજાશે.

સરગમ કપલ કલબ

સરગમ કપલ કલબના સભ્યો માટે આ નાટકનો પ્રથમ શો તા. ૨૪-૪ને મંગળવારે સભ્ય નં. ૧ થી૧૧૫૦ માટે રાત્રે ૧૦ કલાકે હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજાશે. જયારે બીજો શો સભ્ય નં. ૧૧૫૧ થી ૨૩૦૦ માટે તા. ૨૫-૪ને બુધવારે રાત્રે ૧૦ કલાકે, ત્રીજો શો સભ્ય નં. ૨૩૦૧ થી ૩૪૫૦ માટે તા.૨૬-૪ ને ગુ‚વારે રાત્રે ૧૦ કલાકે ચોથો શો સભ્ય નં. ૩૪૫૧-૪૬૦૦ માટે તા.૨૭-૪ને શુક્રવારે રાત્રે ૧૦ કલાકે અને પાંચમો શો સભ્ય નં. ૪૬૦૧ થી ૫૮૫૦ માટે તા. ૨૮-૪ ને શનિવારે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.

સમર ટ્રેનીંગ કલાસ

સરગમ લેડીઝ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો માટે સમર ટ્રેનીંગ કલાસનું તા.૨.૫ થી તા.૧૨.૫ સુધીનાં ૧૦ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કલાસીસ ઉપરોકત તારીખ દરમિયાન બપોરે ૫ થી ૭ દરમિયાન કોટક સ્કુલ, મોટી ટાંકી ચોક, અંકુર હોસ્પિટલ પાછળ યોજાશે અને તેમાં રાજકોટનાં કોઈ પણ બહેનો ભાગ લઈ શકશે. આ સમર કલાસીસમાં ૩૦ જેટલા વિષયો નિષ્ણાત ટયૂટર દ્વારા શીખવવામાં આવશે. આ કલાસ માટેના ફોર્મ સરગમની જુદી જુદી ઓફીસેથી મળશે.

બોલીવુડ મ્યુઝીકલ નાઈટ

સરગમ પરિવારના સભ્યોમાટે આગામી મે માસની ૨૨ થી ૨૮ તારીખ વચ્ચે મુંબઈના કલાકારો સાથે બોલીવુડ મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાઈટમાં ગોવિંદ મિશ્રા, આશિષ શ્રીવાસ્તવ, મંજીરા ગાંગુલી, પ્રિયા ચૌહાણ, પ્રીતિ ભટ્ટ (એન્કર) રાજુ ત્રિવેદી (મ્યુઝીક એરેન્જર) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.

દુબઈ પ્રવાસ

સરગમ પરિવારના સભ્યો તેમજ તેમના પરિવારના સભ્યો માટે ૨૭મીમેથી ૫ મી જૂન સુધી દુબઈ, લપીતા અને અબુધાબીના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સરગમ કલબની વિવિધ પ્રવૃત્તિઓ માટે પરિવારના માર્ગર્દાક અને હાલના કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળી રહે છે. આ કાર્યક્રમોને સફળ બનાવવ માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, નાથાભાઈ કાલરીયા, લલીતભાઈ રામજીયાણી, જગદીશભાઈ ડોબરીયા, કિરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા, એમ.જે. સોલંકી, વિનોદભાઈ પંજાબી, શિવલાલભાઈ રામાણી, જયેશભાઈ વસા, મિતેનભાઈ મહેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ અને રમેશભાઈ અકબરી ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, ભાવનાબેન ધનેશા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર અને ગીતાબેન હિરાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.