Abtak Media Google News

ધોરાજીના ફરેણી ગામે જોગી સ્વામી મહારાજના સપાદ શતાબ્દી જન્મ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉ૫સ્થિતિ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વ્યસનમુક્ત, સદાચારી  અને સામર્થ્યવાન ગુજરાતના નિર્માણ થકી જ વિકાસ ચરિતાર્થ કરી શકાશે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત ભક્તજનો ને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું

કે જોગી સ્વામીના આશીર્વાદથી આવનારા દિવસોમાં સામૂહિક અને વ્યક્તિગત જીવનમાં સુખ-સમૃદ્ધિ તથા રિદ્ધિ સિદ્ધિ હાંસલ થશે ગુજરાતનાં ગામડાઓમાં આધુનિકતા સાથે ગુજરાતનો આત્મા ધબકતો રાખવાની મુખ્યમંત્રીશ્રીએ આ તકે નેમ વ્યક્ત કરી હતી રાજ્ય સરકાર ચાલુ વર્ષે રૂ.એક હજારના ભાવે એક મણ મગફળીની ટેકાના ભાવ તરીકે ખરીદી લાભ પાંચમથી શરૂ કરશે, જે ગામડાઓના વિકાસ માટેનું પગલું સાબિત થશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પહેલરૂપે લાભપાંચમથી કલેક્ટર કચેરી ખાતે બિન-ખેતી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે  તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું  તથા આ બાબતના સમર્થનમાં રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની વિગતો પણ ટાંકી હતી મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની સંવેદનશીલતા અસરકારક રીતે પ્રગટ કરતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ નો ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોકકલ્યાણના અનેક આયામો સિદ્ધ કરી શકાશે એવો એકરાર કર્યો હતો.

કાર્યક્રમ સ્થળે આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ તથા આમંત્રિતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોનું શ્રીપુરૂષોત્તમ ચોટલિયાએ સ્વાગત કર્યું હતું.  તથા મહામંત્ર પીઠ,ફરેણી સંસ્થાનો ટૂંકો  પરિચય આપ્યો હતો.ટ્રસ્ટીઓ,  આગેવાનો અને સામાજિક શ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇનું પુષ્પહાર તથા સ્મૃતિચિહ્નથી સન્માન કર્યું હતું

આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, એડિશનલ ડી.જી શ્રી અનિલ પ્રથમ,ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મહેન્દ્ર પાડલીયા પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડીયા, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરિયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી ડી.કે.સખિયા, અગ્રણીશ્રી સંજય પટેલ શ્રી પ્રશાંત કોરાટ ચેતનભાઇ રામાણી,  સ્વામિનારાયણ સંતો-મહંતો અનુયાયીઓ તથા વિશાળ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.