Abtak Media Google News

થાનગઢના હજારો વર્ષથી દર્શન આવતા વાસુકી દાદાના સંતયુગના પરચા આજે પણ લોકો યાદ કરે છે. આજ થી અઢીસો વર્ષ પહેલાના દાદા નો ઉજળો ઇતિહાસ છે, વાસુકી દાદા થાનગઢ માં હજારો વર્ષ થી દર્શન આપતાં બિરાજમાન છે.

વાસુકી દાદા થાનગઢ થી ચાલી ને દ્વારકાધીશ ના દર્શન એ દ્વારકા જતા હતા રસ્તા માં વાંકાનેર તાલુકા નું જાલીડા ગામ માં નાગબાપુ આહીર પરિવાર નું ઉજળું ખોરડું જોઈ ને દાદા એ રાતવાસો કર્યો, અને છાસ ફેરવવા ની મોટી ગોળી માં દાદા બેઠા અને રાતવાસો કર્યો.

સવારે આહીર પરિવાર ના ઘરે  આહિરાણી  સવારના ચાર વાગ્યે જાગીને છાશ ફેરવવા વલોણું લઇને માટલાની ગોળી લેવા ગયા ત્યારે જોયું કે ગોળી માં તો નાગ દેવતાં બેઠાં છે. આ હિરાણી દોડીને પોતાના ઘરવાળા પાસે આવ્યા કે ગોળીમાં નાગ છે, નાગબાપુ અને એમની ડેલી એ ચા પાણી કરતા હરસુર હજામને બોલાવ્યો અને બીજા આડોશી પાડોશી ભેગા થઈ ગયા ને પોત પોતાના મત અનુસાર કેવા લાગ્યા કે આ નાગને મારી નાખો, પછી ગામમાંથી લુહારની કોડમાંથી મોટો લોખંડનો ચીપિયો બનાવીને હરસુર વાંણદએ દાદા ને પકડી અને બીજા ભાયું એ મારી નાખ્યા,

પછી વડીલો એ કીધું કે આ નાગ દેવતાં છે આને અગ્નિસંસ્કાર આપવા પડે એટલે બધા ભેગા મળીને જાલીડાની ખળાવાડમાં અગ્નિ સઁસ્કાર કર્યા,

આ વાત ને લગભગ છ મહિના થયા તયારે આ આહીર કુગશીયા કુટુંબમાં એક માજી ધુણવા લાગ્યા, ઘણી જગ્યા એ દોરા ધાગા કર્યા પણ ધુણવાનું બંધ થયું નહીં પછી વાંકાનેરની બાજુમાં ગારિયા નામનું ગરાસિયા વાળા દરબારોનું ગામ છે,ત્યા નારૂભા બાપુ નામના એક વાસુકી દાદાના ભુવા હતા એમણે કીધું તમારી ઉપર નાગદોષ છે તમે રાતવાસો કરવા આવેલા વાસુકી દાદાને મારેલા છે માટે હવે તમે જ્યાં દાદા ને અગ્નિસંસ્કાર આપ્યાએ જગ્યાએ દાદાનું મંદિર બાંધો અને શ્રાવણ માસના પેલા સોમવારે વાસુકી દાદા ને એક નાળિયેર, તલવટ લાપસી જુવારજો એટલે દાદા ની કાયમ તમારા ઉપર અમી દ્રષ્ટિ રહેશે

ત્યાર પછી જાલીડા ગામ માં આહીર પરિવારે વાસુકી દાદા નું મંદિર બધાવ્યું અને આજીવન કુગશીયા કુટુંબ દાદાનું ઉપાસક રહ્યું ત્યાર પછી જાલીડા ગામ માં કણબી ના એક બળદ ને નાગ કરડ્યો ને બળદ મરી ગયો કણબી પટેલ બોલ્યા કે આહીરો ખોટા નાગ ને પૂજે છે આ તો જાનવર છે જો સાચા વાસુકીદાદા હોય તો મારો બળદ સજીવન થાય આટલી વાત કરી ત્યા તો વાસુકી દાદા ના ભુવા આહિરાણી રામબાઈ માં ને ખબર પડી ગઈ અને નાગની જેમ ફૂંફાડા મારતા પટેલના ઘરે ગયા અને પોતાના જમણાં પગનું પાટુ મારીને મરેલા બળદને સજીવન કર્યો અને કણબી માંના પગમાં પડી ગયા કે આજથી અમારા પણ કુળદેવતા તરીકે અમે વાસુકી દાદા ને માનીશું ત્યાર પછી મદિર માં ચાંદી ના ફળા રૂપે દાદા ની પૂજા આરતી આખુ ગામ કરતું હતું

Img 20210316 Wa0095

એક સમય ની વાત છે ગામ માં વાદી ને વાદણ આવ્યા અને વાસુકી દાદા ના મદિર માંથી ચાંદી ના ફળા ચોરી ગયા અને રાજકોટ સોની બજાર માં સોનીને આપ્યા કે આ ફળા માંથી મારી ઘરવાળીની કડલીયું ઘડી આપ સોની તો બેઠો દાદાનું ફળુ ઓગાળવા પણ ત્યા તો સાક્ષાત જાણે વાસુકી દાદા આવીને બેઠાં અને ફૂંફાડા નાખવા લાગ્યા હોઈ એવો ભાસ થયોને સોની તો ધ્રુજી ગયો માફી માંગીને ફળા પોતાની દુકાન માં માતાજીના ગોખલામાં મૂકીને દિવા ધૂપ કર્યા અને દોડતો ગયો રાજકોટ મહારાજ સર લાખાજીરાજ પાસે કીધું બાપુ આવી ઘટના બની છે ફળા હોંકારા દિયે છે

સર લાખાજીરાજ એ પોતાના માણસો મોકલ્યા સોની સાથે વાદીને પકડી પાડ્યો ને વાદી એ કબૂલ કર્યું કે હું વાંકાનેર તાલુકાના જાલીડા ગામ થી આ ફળા ચોરી કરીને લઇ આવ્યો છુ લાખાજીરાજ એ પોતાના માણસો રવાના કર્યા જાલીડાને તપાસ કરી કે સાચું છે કે ખોટું માણસો જોઈ આવ્યા કે હા બાપુ આ સાચું છે

પછી મહારાજ એ વાસુકી દાદા ને વાજતે ગાજતે ઢોલ નગારા આરતી સાથે પોતાના રથ માં દાદા ને બિરાજમાન કર્યા ને જાલીડા આવી નિજ મદિર માં સ્થાપના કરી આમ આ દાદા એ રાજકોટ ઠાકોર સાહેબ ને પણ પરચો પૂર્યો

કુગશીયા આહીર પરિવાર લગભગ સવાસો વર્ષ પેલા જાલીડા થી ઉંચાળા ભરી ને સામે ના ગામ રંગપર આવ્યા દાદા ને પૂછ્યું કે હેં વાસુકીદાદા અમે તો આ ગામ છોડીને જાઈ એ છીએ તમે આવો છો સાથે દાદા એ કીધું જ્યાં મારાં દીકરા ઓ ત્યા જ હું

હું પણ સાથે આવું છુ આમ વાસુકી દાદા નો લાકડા નો મઢ બળદ ગાડાં માં મૂકી ને રંગપર ભણી હાલતા થયા અને દાદા ને કીધું કે હેં દાદા અમે તો રંગપર માં ગમે ત્યાં રય લેશું પણ તમને ક્યાં બેસાડસુ ત્યારે દાદા એ કીધું કે રંગપર માં પાદર માં પાદરડું ખેતર છે ત્યા આઈ ખોડિયાર ને શીતળા માતાજી ની દેરી છે એની આગળ એક અરણી નું ઝાડ છે ત્યા મારાં બેસણા થાશે  દાદા ના હુકમ પ્રમાણે વિધિવત સ્થિા્પત કર્યો ને રાંદલ માતાજી ના મઢ ને ગામ માં સ્થાપિત કર્યા બાદમાં

વાસુકી દાદા ના મન્દિર નો કુગશીયા પરિવારે જીરણોદ્ધાર કરવા નું નક્કી કર્યું  દાદા નું વરદાન છે કે આજ પછી રંગપર ગામ માં કોઈ માણસ જનાવર કરડી ને મૃત્યુ નય પામે મારાં નામ ની ફાળકી ગળા માં નાખી દેજો આ મારું વરદાન છે  કુગશીયા પરિવાર ના ઇષ્ટદેવ શ્રી વાસુકી દાદા આજ પણ અડીખમ પરબતબાપુ કુગશીયા આહીર ની વાડી માં બિરાજમાન છે દાદા ને જેઠ મહિના માં સવાકોરી સાકર નો પ્રસાદ ધરાય છે.

સમગ્ર ક્ષત્રિય સમાજ ગરાસિયા દરબાર કાઠી દરબાર દાદા ના ઉપાસકો છે રાઠોડ અને ધાધલ દરબાર તો આજે પણ વાસુકી દાદા ને બાપ અને નાગણેચી માઁ ને કુળદેવી તરીકે પૂજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.