Abtak Media Google News

રાજકોટના કાલાવડ રોડ પર નજીક આવેલા સૌરાષ્ટ્રના એકમાત્ર સિઘ્ધી વિનાયક મંદિરને એક વર્ષ પૂર્ણ થતા કીરીટભાઇ કુંડલીયા દ્વારા પુજા અર્ચના તથા શાસ્ત્રોકત મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. અને ગણપતિ દાદાના આશીર્વાદ ‚રૂપે ભકતોને રક્ષા કવચ ‚રૂપી કાંડુ બાંધવામાં આવ્યું હતું.

Vlcsnap 2020 06 15 08H53M06S31

કાર્તિકભાઇ કુંડલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સિઘ્ધી વિનાયક મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું છે જેને લઇ અહીં આવતા શ્રઘ્ધાળુઓ માટે બાપાની અસીમ કૃપા તેમના પર હંમેશા રહે તે માટે રક્ષા કવચ બાંધવામાં આવ્યા હતા લોકો આ મંદીરે તેમની મનોકામનાઓ અને આસ્થાને લઇ આવતા હોય છે. તેમજ બાપા દરેકની મનોકામના પૂર્ણ કરે છ. શ્રઘ્ધા અને વિશ્ર્વાસની ભકતો પર અતુટ દોર હોય છે. જે એમને અહી લઇ આવતી હોય છે ત્યારે આ રક્ષા કવચની લોકોનું હર હંમેશ રક્ષણ કરવા બાપા સહાય તેમની સમક્ષ રહે છે.

Vlcsnap 2020 06 15 08H52M13S1

સિઘ્ધી વિનાયક મંદીરના મુખ્ય આચાર્ય કમલેશભાઇ પંડયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એક માત્ર મંદીર છે. જે ત્રણ વિભાગોમાં વહેચાયેલું છે. જેનું નિર્માણ કીરીટભાઇ કુંડલીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. એક વર્ષ પૂર્ણ થતાની સાથે સાથે કીરીટભાઇના ધર્મપત્નીનો પણ જન્મદિવસ હોવાથી મંદીરમાઁ બ્રાહ્મણ દ્વારા વેદપાઠ તથા મંત્રોચ્ચાર દ્વારા ભકતોને રક્ષા કવચ બાંધવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.