Abtak Media Google News

શોપીંગ મોલ, સિનેમા અને ધાર્મિક સ્થળોએ પોલીસે સઘન ચેકીંગ કરવા સુચન: અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ

રાજયમાં દિવાળીના તહેવારો દરમિયાન સુલેહ, શાંતિ જાળવવા રાજયોના પોલીસ વડાએ દારૂ ના ધંધાર્થી પર તૂટી પડવા આદેશ કર્યો છે. તહેવારો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફે સઘન પેટ્રોલિંગ કરવા સુચના આપવામાં આવી છે.

તા.૨૭ને રવિવારથી શરૂ  થતા દિવાળીના તહેવારો પૂર્વે જ પોલીસ સ્ટાફને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ એલર્ટ કરી દીધા છે. પોલીસ સ્ટાફે તહેવારો દરમિયાન કોઇ અનિચ્છની ઘટના અટકાવવા આગોતરી તૈયારી કરી હોટલ અને ગેસ્ટ હાઉસ પર ચેકીંગ કરવા, ભીડ ભાડવાલી જગ્યાએ પેટ્રોલિંગ કરવા સુચના આપી છે. શોપીંગ મોલ, મલ્ટી પ્લેક્ષ, કોર્મશિયલ સેન્ટર, પાર્કિગ વિસ્તારમાં

સિક્યુરીટી વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાવવા તાકીદ કરી છે.

બેન્ક, એટીએમ પર લૂંટ, પીક પોકેટીંગ અને બેગ લીફટીંગના બનાવ બનતા હોવાથી પોલીસ દ્વારા ખાનગી કપડામાં વોચ રાખવી, તેમજ યુનિફોર્મમાં હથિયાર સાથે પેટ્રોલિંગ કરવા રાજયના પોલીસ વડાએ આદેશ કર્યો છે.

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં કોમી એકતા ન ડોહળાય તે માટે તકેદારી પોલીસ સ્ટાફે રાખી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળો પર પોલીસની શંકાસ્પદ હીલચાલ કરતા શખ્સો પર ચાંપતી નજર રાખી તપાસ કરવા અનુરોધ કરી હોટલ અને ગેસ્ટ હાઉસ પર ચેકીંગ કરવા સુચના આપી છે.

દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે વતનમાં અથવા ફરવા જતા હોવાથી લાંબો સમય સુધી બંધ રહેતા મકાન અંગેની માહિતી પોલીસ સ્ટાફને આપવાથી તે સ્થળે પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવા આદેશ કર્યો છે. તેમજ પોલીસની કામગીરી દરમિયાન કોઇની લાગણી ન દુભાય, મહિલા અને બાળકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવા વિશેષ સુચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.