Abtak Media Google News

અપના હાથ જગન્નાથ

ગાયત્રી  ફાઉન્ડેશનની પહેલથી તંત્ર જાગશે કે  પછી…

ધારી ખાતે ખોડિયાર ડેમ જવાનો રસ્તો એ ગળધરા ખોડિયાર  માતાજી નું મંદિર એ આસ્થાનું પ્રતીક છે તેમજ ત્યાં જ આવેલ સફારી પાર્ક એ સહેલાણીઓ માટે ફરવાનું સ્થળ છે.

આ બન્ને લોકપ્રિય સ્થળો જ્યાં આવેલ છે તે રસ્તાની હાલત ઘણાં લાંબા સમય થી ખૂબ જ ખરાબ અને બિસ્માર હોય રસ્તા પર ખૂબ મોટા ખાડા થઈ ગયેલ. આ રસ્તા પર થી પસાર થતા લોકો કાયમી ધોરણે હાલાકી નો સામનો કરી રહ્યા હતા. ત્યારે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર એવી ધારી ની લોકપ્રિય સંસ્થા   ગાયત્રી ફાઉન્ડેશન ના સ્વયંસેવકો દ્વારા

માનવતાના હેતું થી પોતાના ભંડોળમાંથી રસ્તા નું રીપેરીંગ કરવામાં   આપ્યું હતુ. શ્રી ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા કોરોના  કાળ થી લઈને આજ દિન સુધી અવિરત વિનામૂલ્યે સેવાકીય પ્રવૃતિઓ જેવી કે ઓક્સિજન ના બાટલા, ઓક્સિજન કોન્સન્ટરેટર મશીન લોકો ને આપવામાં આવે છે. રાહત દરે એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત કરેલ. કોરોના કાળ દરમિયાન મફત ફ્રુટ નું વિતરણ અને દવાઓનું વિતરણ કરેલ. આ ઉપરાંત પર્યાવરણ રક્ષા હેતુ થી વૃક્ષા રોપણ જેવી પ્રવૃતિ કરે છે       આ કામગીરી થઈ તાલુકા ભર ની જનતા દ્વારા સંસ્થા ના પ્રમુખ હિતેશભાઇ જોશી તથા તેમના સભ્યો નીએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.