Abtak Media Google News

સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં અંદાજિત 500 થી વધુ નાના-મોટા એકમો આવેલા છે ત્યારે ઉદ્યોગિક વિસ્તારમાં જ પ્રાથમિક સુવિધા ના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધના કરવામાં આવતી હોવાનો આક્ષેપ ત્યાંના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યો છે આગામી સમયમાં ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા નહીં મળે તો ટેક્સ ન ભરવા અંગેની ચીમકી પાલિકા સામે ઉચ્ચારી છે.

આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડુ હોવાની મુખ્યમંત્રીને ઉદ્યોગકારોની લેખીત રજુઆત

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને સૌથી વધુ ટેક્સની રકમ વઢવાણ જીઆઇડીસી વિસ્તાર ચૂકવી રહ્યો છે તે છતાં પણ વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં રોડ રસ્તા પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે જેને કારણે ઉદ્યોગકારો પરેશાન બન્યા છે અને એક વખત પાલિકામાં રજૂઆત કરી છે તે છતાં પણ પ્રશ્નનો નિવેડો આવતો નથી મુખ્ય માર્ગો પર   મોટા ગાબડાઓ પડી ગયા છે છેલ્લા 20 વર્ષની આ સમસ્યા યથાવત છે ત્યારે આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવે તેવી માંગણી કરવા માં આવી છે.

જોકે આગામી સમયે જીઆઇડીસી વિસ્તારના પ્રમુખ સુમિતભાઈ પટેલ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ આ મામલે પત્રો લખ્યા છે તે છતાં પણ આ વિસ્તારના પ્રશ્નો હાલ નથી થતા નાના મોટા 27,000 થી વધુ લોકો કારીગરો આ એકમમાં કામ કરે છે

તેમને પીવાના પાણીના પ્રશ્નો લાઈટના રોડ રસ્તા નો મુખ્ય પ્રશ્નો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર લડત આ એકમો દ્વારા આપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.