Abtak Media Google News

૯૨ વર્ષની વયે અર્જુન હીંગોરણીએ યુપીના વૃંદાવનમાં લીધા અંતિમ શ્ર્વાસ: ધર્મેન્દ્રએ વ્યકત કર્યો શોક: ખંભા પર હાથ રાખનાર ચાલ્યા ગયા: ધર્મેન્દ્ર

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા ધર્મેન્દ્રની શોધ કરનાર હિન્દી ફિલ્મના ડિરેકટર એવો અર્જુન હીંગોરણીનું ૯ર વર્ષની વયે નિધન થયું છે. પ્રસિઘ્ધ ડીરેકટર અર્જુન હીંગોરણીનું મોત થતા બોલીવુડ જગતમાં શોક પ્રસરયો છે. શનિવારે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં અર્જુન હીંગોરણીએ અંતિમ શ્ર્વાસ લીધા. ધર્મેન્દ્રએ હીંગોરણીના નિધન પર દુ:ખ અને અફસોસ વ્યકત કરતા કહ્યું કે, ખંભા પર હાથ રાખનાર ચાલ્ગયા ગયા હું ખુબ જ દુ:ખી છું.

જણાવી દઇએ કે, અર્જુન હિંગોરણી એક નામી ડીરેકટર હતા. તેઓએ ઘણી સફળ ફીલ્મો હીંદી સિનેમા જગતને નામ કરી છે. વર્ષ ૧૯૬૦માં દિલ ભી તેરા હમ ભી તેરે નામની ફિલ્મમાં પ્રથમ વખત ધર્મેન્દ્રને લોન્ચ કરનાર હીગોરણી જ હતા. ધર્મેન્દ્ર અને હીંગોરણી વચ્ચે  ખુબ જ ગાંઠ સંબંધો રહ્યા છે. હીંગોરણીના મોતથી ધર્મેન્દ્રને ભારે સદમો પહોચ્યો છે. તેણે સોશ્યલ મીડીયા પર હીંગોરણી સાથેની એક ફોટો શેર કરી કહું કે, અર્જુન હીંગોરણી એક એવા શખ્સ હતા કે જેને મુંબઇમાં મને એકલા વ્યકિતને સાથ આપ્યો મુંબઇમાં મારા ખંભા પર હાથ રાખનાર અને મને સપોર્ટ કરનાર વ્યકિત ચાલ્ગયા ગયા હું ખુબ જ દુ:ખી છું ઇશ્ર્વર તેમની આત્માને શાંતિ આર્પે

ધર્મેન્દ્ર, ઋષિપુર સહીત તમામ બોલીવુડ એકટરોએ અર્જુન હીંગોરણીના નિધન પર દુ:ખ વ્યકત કર્યુ અને શ્રઘ્ધાંજલી પાઠવી. અર્જુન હીંગોરણી તેમની ફિલ્મોના શિર્ષકોમાં ૩ ક (કે) રાખવા માટે ખુબ જ જાણીતા છે. ૩ કથી તેમનો લગાવ એટલો જબરદસ્ત હતો કે તેઓએ સલાનત ના પ્રમોશન માટે,કારનામે કમાલ કે…. તેની સાથે ટેગલાઇન જોડી દીધી, કહાની કિસ્મત કી માં તેમનો તકિયાકલાસ કયા સમજે…નહીં સમજે ? ખુબ જ મશહુર થયું હતું હીંગરોણીએ હાઉ ટુ બી હેપ્પી એન્ડ રિએલાઇઝ યોર હીમ નામની લુક પણ લખી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.