Abtak Media Google News

ખેતરોના કુવામાં લાલ-દુષિત પાણી પીવાલાયક ન હોવાથી ખેડૂતોમાં ચિંતા: તપાસ કરાવવા માંગ

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ઘણાં ખેડૂતોનાં કુવામાં લાલ પાણી જોવાં મળ્યું ત્યારે ધોરાજીનાં કૈલાશ નગર પાછળનાં વિસ્તારમાં આવેલ ઘણાં ખેડૂતોનાં ખેતરો આવેલ કુવામાં દુષીત પાણી પાણી થઈ ગયાં હતાં એવું સ્થાનિક ખેડૂતો જણાવેલ ખેતરોમાં પાણી પીવાઈ શકાય તેમ નથી અને પશું ઓ ને પણ પાઈ શકાય તેમ નથી અને પાક બળી ગયો હોય તેવી સ્થાનિક ખેડૂતોમાંથી ફરિયાદ ઉઠી છે.

ધોરાજીનાં કૈલાશ નગર પાછળ નો વિસ્તારનાં સ્થાનિકો ખેડૂતો દ્વારા એવી ફરિયાદ કરી રહયાં છે કે પોતાના ખેતરોમાં આવેલ કુવામાં દુષીત અને લાલ પાણી થઈ ગયાં છે જેથી પોતાના ખેતરોમાં પોતાના પાકો ને આ કુવા નાં પિયત પાણી પીવડાવતા પાકો ને પણ નુકશાન થવા પામ્યુ છે અને પોતાના ઢોર ઢાંકળ ને આ પાણી પીવડાવી શકતાં નથી આ પોતાના કુવાઓ માં આ લાલ  પાણી દુષીત પાણી કયાં થી આવ્યુ એ પણ એક પ્રશ્ન છે પણ આ કુવા નાં પાણી દુષીત આવવાથી ખેડૂતો ચિંતા માં વધારો થયો છે એક તો ચોમાસું સક્રીય થયું હોય અને વરસાદ મનમુકી ને વરસ્યી  હોય અને તેમાં પણ પાકો નો નુકશાન થવાં ની ઉપાધિ તો બીજી બાજુ આ પોતાના કુવાઓ માં  ખરાબ પાણી અને લાલ પાણી થઈ ગયાં જેથી ખેડૂતો પોતના ઘરે થી પાણી લઇ આવવું પડે છે જેથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો ની માંગણી છે કે આ પાણી કયાં કારણોસર દુષીત અને લાલ પાણી કઈ રીતે થયું તેની તપાસ કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.