Abtak Media Google News

સ્મશાનમાં દેહ વિલયની ક્રિયા સમયે ભયંકર દુર્ગંધ  આવે છે: તત્કાલ રીપેરીંગ નહીં થાય તો રહેવાસીઓ ગાંધી ચિંઘ્યો માર્ગ અપનાવશે

ધોરાજીના વોર્ડ નં.૧ ના કુંભારવાડા વિસ્તારમાં આવેલું ઇલેકટ્રીક સ્મશાન લોકોના આરોગ્ય માટે જોખમી બનતુ જાય છે. સ્મશાનમાં કરવામાં આવતી દેહવિલયની ક્રિયા સમયે ભયંકર દુર્ગંધ આવે છે જેથી રીપેરીંગ કામગીરી જો તત્કાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ગાંધી ચિંઘ્યો માર્ગ અપનાવશે.

Advertisement

રાજકોટ જિલ્લાના ધોરાજી માં નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ના કુંભારવાડા વિસ્તારમાં ઇલેક્ટ્રિક સમસાન આવેલ છે આ સ્મશાનમાં ઘેરે અવસાન પામેલ વ્યક્તિ નું છ બળતું હોય છે ત્યારે તેમાંથી નીકળતા ધૂમાડાથી એકદમ ખરાબ વાસ તથા દુર્ગંધ આવે છે અને આ ખરાબ વર્ષ અને દુર્ગંધ જે તરફ પવનની દિશા વચ્ચે તે તરફ આશરે ૧૦૦૦ મીટર થી પણ વધારે વિસ્તારમાં દુર્ગંધ અને ખરાબ ફેલાય છે તેના કારણે આ વિસ્તારમાં રહેતા બાળકો વૃદ્ધ અને લોકોને તેમના શ્વાસો શ્વાસ થી શરીરમાં પ્રવેશ કરવાથી ઉલટી થાય છે અગર તો ઊલટી જેવો અહેસાસ થાય છે અને બેચેની અનુભવે છે હાલ ચાલી રહેલા કોરોનાવાયરસ ની મહામારીમાં અવસાન પામેલા દર્દીઓ તેમજ અન્ય ભયંકર રોગની બીમારી માં અવસાન બાદ તેઓને આ ઇલેક્ટ્રિક સમસાન માં તેમની દેહ ક્રિયા કરવાથી તેમાંથી નીકળતા ધુમાડા થી તેની દુર્ગંધ અને ખરાબ વાસ આજુબાજુના વાતાવરણમાં હવા ની દિશા સાથે ફેલાવવાની લોકોના શ્વાસોશ્વાસની ક્રિયા મારફત શરીરમાં પ્રવેશ કરવાથી તે આરોગ્ય માટે હાનીકારક હોય અને તેનાથી ભવિષ્યમાં ભયંકર બીમારીમાં લોકો સપડાય  તે પહેલા ઈલેક્ટ્રીક સ્મશાન રીપેરીંગ કરવા તેમ જ વારંવાર દુર્ગંધ નો પ્રશ્ન ચાલુ રહેશે તો ઈલેક્ટ્રીક સ્મશાન બંધ કરી જૂની પ્રથા મુજબ સબને લાકડાથી અગ્નિદાહ આપવાનો ચાલુ કરાવવા ઘટતું કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોને ગાંધી  ચીંધ્યો માર્ગ  અપનાવો પડશે તેમ છતાં કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો નાછુટકે તેમના ઘર મકાન માલમિલકત છોડીને હિજરત કરવી પડશે આ અંગે તત્કાલ રીપેરીંગ કામગીરી કરવા લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.