Abtak Media Google News

સરકાર શાળાનું નવું બિલ્ડીંગ બનાવી આપે તેવી માંગણી

રાજકોટ જીલ્લાના ધોરાજી માં પ્રાથમિક શિક્ષણ જર્જરીત ધોરાજી નાં શાકમાર્કેટ પાસે આવેલ ૧૮૭૨ ના કાળમાં બનેલ પ્રાથમિક શાળા નં પાંચ ની હાલત જર્જરીત બિલ્ડીંગ ત્રણ સો વધારે ગરીબ વિદ્યાર્થીની ઓ ભય નાં ઓથાર હેઠળ ખોલતું ભવિષ્ય પોતાનું મકાન મુકી ને ભાડાં નાં મકાન માં રહેવા જવું પડે તેવો ઘાટ સર્જાયો :

અત્યારે સરકાર જ્યારે સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે જેવા અભિયાનો દ્વારા શિક્ષણનું મહત્વ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે હેતુથી અનેકવિધ અભિયાન ચલાવે છે ત્યારે શિક્ષણ નગરી તરીકે જેની ગણના થાય છે તેવા રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રાજવી ભગવતસિંહજી ના સમયની શાળા એટલે શાળા નંબર ૫ જે શાકમાર્કેટ પાસે આવેલી છે જેમાં કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા હજાર થી પણ વધારે  સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જ્યારે અત્યારે આ શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાને કારણે શાળામાં શુદ્ધ પાણી રમતનું મેદાન તેમજ શાળાનું બિલ્ડીંગ પણ વ્યવસ્થિત નથી અને અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળે છે આવી હાલતમાં વિદ્યાર્થીઓ ભણે તો પણ  ક્યાં એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે શાળાના આચાર્ય દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ બધી સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે તો ફરી એકવાર શાળાની સંખ્યા વધે તેવી શક્યતા થઈ શકે એમ છે.

ધોરાજી શહેર માં આવેલ શાળા નં. ૫ ના આચાર્ય ના જણાવ્યા મુજબ ધોરાજી માં આવેલ શાળા નં ૫ ની બિલ્ડિંગ  જર્જરિત હાલત માં છે ત્યારે તેઓ ની સરકાર પાસે એક જ માંગ છે કે સરકાર તેઓ ને એક નવું સુવિધા વાળું એક બિલ્ડિંગ  બનાવી આપે અને તેઓ જે સુવિધાઓ થી વંચિત છે તે સુવિધાઓ તેમને મળે ઉપરાંત આ બિલ્ડિંગ ૧૮૭૩ વખત નું છે તેઓ ની ફાઈલ પણ સરકાર પાસે આગળ પહોંચી ગઈ છે.

તેઓ ના વિદ્યાર્થીઓ ની પણ એક જ માંગણી છે કે તેઓ ને નવું બિલ્ડિંગ મળે અને તેઓ ને ડર લાગી રહ્યો છે કે આ બિલ્ડિંગ અચાનક પડી ન જાઈ અને ચોમાસા માં ઉપર થી પાણી ટપકી રહ્યા છે અને તેઓ સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે નવી બિલ્ડિંગ તેમને મળે.

વિદ્યાર્થિની રાઠોડ નિરાલી ધોરણ ૮ તેની પણ એવી અપેક્ષા છે કે તેઓ જ્યારે પરિક્ષા ભરતા હોય ત્યારે ધૂળ તેમજ ચોમાસા માં પાણી ના ટીપાં ઉપર થી પડે છે તો સરકાર પાસે નવા બિલ્ડિંગ ની તેઓ માંગણી કરી રહ્યા છે.

Eye

શાળા નં. ૫ ના આસિસ્ટન્ટ શિક્ષક સંદીપભાઈ કાચા તેઓ એ પણ આ નવા બિલ્ડિંગ માટે તાલુકા તથા જિલ્લા ને  અરજીઓ મોકલેલી છે અને કોઈ પણ પ્રકાર ની મંજૂરી મળેલી નથી આ શાળા રાજકોટ જિલ્લાની એક માત્ર ક્ધયાશાલા  જેમાં ૩૫૦ વિદ્યાર્થિની ઓ અભ્યાસ કરે છે અને બધી જ વિદ્યાર્થિની ઓ ગરીબ ઘર માંથી આવે છે ઉપરાંત જો વિદ્યાર્થિની  ની સંખ્યા વધારવી હોય તો એક સારા બિલ્ડિંગ ની જરૂર છે.

વિદ્યાર્થિની ક્રિષ્ના ધોરણ ૫ તેઓ કહે છે કે મોદી સાહેબે આપેલા અભિયાન બેટી બચાવો વગેરે જેવા નારા ધોરાજી ની આ શાળા માં સાર્થક થતાં નથી તેમજ ધૂળ ઉડે છે અને વરસાદ ના ટીપાં ક્લાસ રૂમ માં આવી જાઈ છે અને તેઓ ની પણ એ જ માંગ છે કે આ શાળા ને નવી બિલ્ડિંગ મળી જાઈ.

કોમ્યુટરો ધુળ ખાય છે અને પીવાના પાણી પણ ફીલ્ટર પ્લાન્ટ વગર નું પીવું પડે છે અને બેન્ચ ન હોય જેથી નીચે જમીન પર બેસવું પડે છે અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી આ શાળા ઘણાં વર્ષો પહેલાં ધર્મશાળા હતીં અને ત્યાર બાદ શાળા તરીકે ઉપયોગ માં લેવામાં આવી ત્યાર થી અત્યાર સુધી માં કોઈ પણ જાતનો ફેરફાર કે રીનોવેશન કામ કરવામાં આવેલ નથી આ આ શાળા માં આવેલ રૂમો અતિ જર્જરીત હાલત માં હોવા થી શાળા ની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ઓ ખુબ જ ગરીબ પરીવાર માંથી આવેલ છે જેથી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરવો પડે છે શાળા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ શાળા તાત્કાલિક નવી બનાવવા માં આવે જેથી સારૂં શિક્ષણ મેળવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.