Abtak Media Google News

ધો.૧ થી ૮ના ર૪૦ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરે છે

ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલ પ્રાથમિક શાળા નંબર ૧૭ આ જગ્યા ઘણાં વર્ષો પહેલાં શિક્ષણનાં હેતું માટે કલેકટર દ્વારા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ રાજકોટ સોંપવામાં આવી હતી શાળા ની સ્થાપના આશરે ૧૯૯૦ મા થઈ હતી ત્યાર બાદ આ ૨૦૧૮ દરમ્યાન આ શાળા જર્જરીત હાલત માં હોવાથી  ડેમેજ હોય નિકાલ કરીને  છ રૂમો તોડી પડાયા હતાં

પણ હાલ આ પ્રાથમિક શાળા નંબર ૧૭ ના ચાર રૂમો અતિ જર્જરીત હાલત માં છતાં પણ જીવના જોખમે અભ્યાસ કરતાં ધોરાજી ૧ થી ૮ ના અંદાજે ૨૪૦ વિદ્યાર્થી ઓ જેમાં એક પાળી સવારે અને એક પાળી બપોરે આમ બે વિભાગમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે જેતે તંત્ર દ્વારા આધુનિક શિક્ષણનાં હેતું થી ફાળવેલ અંદાજે ૮ થી ૧૦ લાખ રૂપિયા ડીઝીટલ બોર્ડ પણ પડ્યા હોવાં છતાં ઉપયોગ નથીં થતો જગ્યાના અભાવે આ શાળામાં કુલ દસ રૂમ હતાં છ જર્જરીત હોય પાડી નાખ્યા પણ હાલ જે ચાર રૂમો છે એ પણ જર્જરીત છે તેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે છે હાલ નવી શાળા ની બિલ્ડીંગ ની મંજુરી આવી ગઈ હોવાં છતાં આધુનિક શાળા બનાવવા માટે કોઈ કારણોસર થતો વિલંબ આ શાળામાં સરકારી નોકરીયાતો કરતાં ઓના બાળકો ભણે છે અને આ શાળા નું શિક્ષણ પણ સારૂં છે પણ ચોમાસામાં પાણી પડે તો ક્યારેક પોડા પડે છે જેથી વિદ્યાર્થી ઓ ને ભય સતાવી રહ્યો છે તથા શાળા ના રૂમોમાં જગ્યા નાં અભાવ ને લીધે વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે બેન્ચ ની જગ્યાએ નીચે બેસી ને સકડાશ મા  બેસીને અભ્યાસ કરવો પડે છે અને વિદ્યાર્થી ઓ ને અભ્યાસ મા માનસિક થાક લાગે છે અને અભ્યાસ મા રૂચિ નથી રહેતી ત્યારે આજ શાળા તાત્કાલિક નવી બનાવવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે અને નવી બિલ્ડીંગ નું નિર્માણ થાય તો વિદ્યાર્થી પોતાને સુરક્ષિત મહેસુસ કરે હાલ તો પ્રિન્સીપાલ પોતે સુરક્ષિત ઓફિસ માં બેઠાં છે અને આ જર્જરીત હાલત માં ચાર રૂમો માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓ ની સુરક્ષા ની વાત કરતાં પોતાનો લૂલો બચાવ અને ગોળ ગોળ જવાબ આપતાં રહયાં હતાં હાલ નવું બિલ્ડીંગ માટે કામગીરી મા પણ ઠપ્પ થઈ ગઈ છે જેમાં જુની ઈમારત તોડી ને નવાં નકશા મુજબ કામ પણ શરૂ થયાં હતાં અને પાયા માટે મોટાં ખાડાઓ પણ પાડ્યા પણ કામ અટકી પડ્યું છે જેથી આજ ખાડાઓ માં પશુઓ પડે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.