Abtak Media Google News

વીજ ચોરીની ગેરરીતિ પતાવટ માટે વચેટીયા મારફતે  નાણા સ્વીકારતા કચ્છ એ.સી.બી.ની ઝપટે ચડયા: રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા

ધાંગધ્રાના પીજીવીસીએલમાં ડેપ્યુટી એન્જીન્યર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી દ્વારા એક લાખ 154000ની લાચ લેતા બે વચેટિયાઓ સાથે ગાંધીધામ ની એસીબી ટીમે રંગે હાથે ઝડપી લેતા આમ ત્રણેય જણાની સામે ગુનો નોંધી એસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીમાં છેલ્લા એક વષઁ થી નાયબ એન્જીન્યર તરીકે રત્નાબેન અનીલભાઈ ચૌધરી ફરજ બજાવતા હતા ત્યારે તેઓની કામગીરી ને લઈને ગ્રાહકો મા ભારે રોષ હતો ત્યારે ધ્રાંગધ્રા રેહતા ફરીયાદી ના ધરે વિજચેકીગ કામગીરી દરમ્યાન ગેરરીતિ હોવાનું જણાવી આ કામે ફરીયાદીનું તેના ભાડાના મકાનમાં લાગેલ વીજ મીટર  ચેક કરતા તે મીટરમાં ગેરરીતી જણાતા આ કામેના આક્ષેપીતે રસીદ આપ્યા વગર કોઇ પણ કાગળમાં સહી લીધા વગર મીટર ઉતારી તેઓ સાથે લઇ ગયેલ જેથી આ કામના ફરીયાદી પી.જી.વી.સી.એલ. કચેરી ધાંગધ્રા ખાતે જઇ નાયબ એન્જીન્યર રત્નાબેન અનીલભાઇ ચૌધરી  નાને રૂબરૂમાં મળતા  ફરીયાદીને મેટર પૂરી કરવી હોય અને વિજચોરી ની પતાવટ માટે   ભરતભાઇ સાગઠીયા ને મળવા જણાવેલ જેથી ફરીયાદી  ભરતભાઇને મળતા  ફરિયાદી ની હાજરીમાં નાયબ ઈજનેર સાથે ટેલીફોન પર વાત કરતા  નાએ સાવચેતી પૂર્વક નાણાકીય વ્યવહાર પૂરો કરવાનું જણાવેલ અને લાંચની રકમ નક્કી કરેલ અને  ના ઓએ મીટર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર  પાછુ લગાડી દેવાની અવેજીમાં રૂ.2,00,000/-ની માંગણી કરેલ રકજકના અંતે રૂા. 1,50,000 નાયબ એન્જીન્યર રત્નાબેન ચૌધરી ના તથા રૂપિયા 4,000  ભરતભાઈ સાગ઼ઠીયા  પોતાને મળે તે રીતે  રૂપિયા 1,54,000ની માંગણી કરેલ અને રૂપિયા 1,54,000 આપી જવા જણાવેલ જે રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.ટોલફ્રીનો  સંપર્ક કરી ફરીયાદ કરતા ફરિયાદ અન્વયે લાંચના છટકાનું આયોજન કરતા  નાયબ એન્જીન્યર રત્નાબેન ચૌધરી ના  કહેવાથી   ભરતભાઈ સાગ઼ઠીયા અને મેરૂભાઈ  મગાભાઈ પારધી   150000 તથા તેઓના રૂપિયા ચાર હજાર  ધ્રાંગધ્રા નગરપાલિકા ના કપાઉન્ડમા  સ્વીકારી રૂ. 1,50,000તેઓ સાથે આવેલ  ને આપી રૂ.4000 તેઓના ખીસ્સામાં રાખી લાંચના છટકા દરમિયાન ત્રણેય આરોપીઓ પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. આરોપી ઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારી વી.એસ.વાઘેલા, પો.ઇન્સ. કચ્છ(પૂર્વ) એ.સી.બી.પો.સ્ટે. ગાંધીધામ સુપરવિઝન અધિકારી  કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ ભુજ દ્વારા કરવામાં આવી

વચેટીયાએ નાયબ ઈજનેરને પ્રસાદી મળી ગયાનું  ફોનમાં કહ્યું

આરોપી દ્વારા 1.54 લાખની રકમ ફરીયાદી અને પંચોની રૂબરૂમાં સ્વીકારી નાયબ એન્જીન્યર ને ફોન કરીને પ્રસાદી મળી ગયાનું જણાતા જોગાસર રોડ પર નિવાસ પાસે આપી જવા જણાવતા ત્યારે એસીબીની ટીમ અને પંચોની હાજરીમાં આપ્યા બાદ આરોપ નાયબ ઈજનેર પાસે રીકવર કરી જડપી પાડવા મા આવેલી છે.

આરોપી ભરતભાઈ સાગ઼ઠીયા અને મેરૂભાઈ મગાભાઈ સાગ઼ઠીયા બન્ને ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામના હોવાથી મેરૂભાઈ મગાભાઈ પારધી મિત્રના નાતે ભરતભાઈ સાગ઼ઠીયા સાથે આવેલ બનાવ મા કોઈપણ ખબર નહી હોવા છતાં સાથે પૈસા નો રકમ લેતા જડપાય જતા  પરીસ્થિતિ દનીયબની બની હતી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.