Abtak Media Google News

ધાંગધ્રામાં રહેતા વ્યવસાય કોન્ટ્રાક્ટરે દ્વારા કોટા સ્ટોનમાંથી કલા અને વિજ્ઞાનના સમન્વય દ્વારા અલગ અલગ કુતીઓ બનાવી 10 કિલોનો પથ્થર ઉપયોગ કરી  તરતી કુતીઓ બનાવી અનોખો રેકોર્ડ બનાવ્યો  છે. સતત પંદર દિવસ મહેનત અને લગન દ્વારા આકૃતિ બનાવવામાં આવી છે હજી પણ આવી કૃતિઓ બનાવવાની તેમણે ઈચ્છા  દર્શાવી છે.

ધાંગધ્રા માં રહેતા અને વ્યવસાય કોન્ટ્રાક્ટરનું કામ કરતા હિંમતભાઈ દામજીભાઈ રાઠોડ દ્વારા પોતાના કોટા સ્ટોનના કારખાનામાં કોટા સ્ટોન માંથી  તરતી કૃતિ બનાવવાનું કામ શરૂ કરી સતત પંદર દિવસ ની મહેનત અને લગન દ્વારા 10 કિલો ની તરતી મગર સહિતની વિવિધ કૃતિઓ બનાવી વિજ્ઞાન અને કલાનો સમન્વય દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે આ અંગે હિંમતભાઈ રાઠોડ એ જણાવ્યું કે કે કોઈપણ વસ્તુમા સફળતા મેળવવી હોય તો મહેનત સાથે લગનની પણ જરૂરી છે ત્યારે મને કોટા સ્ટોન કૃતિ બનાવવાનું લગન લાગતા મેં સતત 15 વીસ દિવસ સુધી કોટા સ્ટોન માથી રાત દિવસ મેહનત દ્વારા વિજ્ઞાન અને કલાને જોડી 10 કિલોના કોટાસ્ટોન પથ્થર ની બનેલી મગર સહિત અનેક ઉપયોગ કૃતિઓ બનાવી અને પત્થર પાણીમાં તરતી મુકતા તરતા મને આનંદ થયો ત્યારે હું હજી પણ આવી  કૃતિઓ બનાવવાનું ચાલુ રાખી લોકો ને રોજ ગારી મળે તેવા પ્રયાસ કરવા  માંગુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.