Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા પાંચ લાખનું માતબાર અનુદાન અપાયું

છેલ્લા 18 વર્ષથી બાળકોમાં થતા ડાયાબીટીસ (ટાઈપ1 ડાયાબીટીસ)ને નાથવા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ નિ:સ્વાર્થ ભાવે અથાગ પ્રયત્નો કરે છે. સંસ્થાનું મુળભુત કાર્ય ડાયાબીટીક પીડીત બાળકોને ડાયાબીટીસ ને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે છે. આ માટે ડાયાબીટીસથી પીડીત બાળકોને સંપૂણ સારવાર, ડાયાબીટીસમાં ઉપયોગી દવાઓ, રીપોર્ટસ વગેરે સતત મળી રહે અને ટાઈપ 1 ડાયાબીટીસમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન તથા કેળવણી વખતોવખત મળી રહે તે છે. આ સેવાની જ્યોત સદાય પ્રજ્વલિત રહે તે માટે સંસ્થા હંમેશા નિરંતર પ્રયાસ કારતી હોય છે,આવા પ્રયાસના પરીણામ સ્વરૂપે ઉંઉઋ છઅઉંઊંઘઝ ને  રાજકોટ મહાનગરપાલિકનો સાથ સાંપડ્યો છે, આ તકે મેયર ડો પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનો સમગ્ર ઉંઉઋ ટીમ વતી આભાર માનતા અપૂલ દોશી સાથે જણાવ્યું હતુ કે રાજકોટ મહાનગર પાલિકા હર હંમેશ સંસ્થાને મદદરૂપ થતુ આવ્યુ છે અને ભવિષ્યમાં પણ આજ સહકારની અપેક્ષા છે. સંસ્થામાં નિ:શુલ્ક નોંધાયેલા સર્વ જ્ઞાતિય બાળકોની સંખ્યા 1પ00 થી વધુ છે.

18 વર્ષ દરમ્યાન નિ:શુલ્ક ચેક-અપ કેમ્પ તથા અવેરનેશ અને એજયુકેશન, પિકનીક, હાસ્યરસ, સંગીત સંધ્યા, જાદુ-શો, જ્ઞાન અને ગમ્મત, કવીઝ સહિતના કાર્યક્રમ યોજાય છે સંસ્થાના આર્થિક રીત જરૂરીયાતમંદ બાળકોને નિ:શુલ્ક સંપૂર્ણ સારવાર, જેમાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડોકટરઓ દ્વારા તપાસ, ઇન્સ્યુલીન, સીરીંજ / નિડલ્સ ગ્લુકોમીટર, સ્ટ્રીપ, લાન્સેટ અને તબીબી પરિક્ષણોનો સમાવેશ થાય છે તથા બાકીના દરેક બાળકોને ઉપરોકત તમામ સુવિધાઓ ખૂબ જ રાહતદરે આપવામાં આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.