Abtak Media Google News

સરકારે કેર ઇન્ડિયા ટ્રસ્ટની માન્યતા છ મહિના માટે રદ કરી

દેશ અને વિશ્વમાં સામાજિક સેવા અર્થે કામ કરતી કેર ઇન્ડિયા એનજીઓ ની માન્યતા સરકારે છ માસ માટે રદ કરી દીધી છે. જાણવા જેવી વાત તો એ છે કે આ ટ્રસ્ટ બિલ ગેટ્સ ફાઉન્ડેશન, વર્લ્ડ બેંક, મલાલા ફંડ ની ભાગીદારીથી ચાલી રહ્યું છે અને આ એનજીઓ મુખ્યત્વે ગરીબી નિવારવા માટે અને સામાજિક એક સુર જળવાઈ રહે તે માટે કાર્ય હાથ ધરે છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા નિયમોનું ઉલંઘન કરાતા સરકારે એફ સી આર એ લાઇસન્સ 180 દિવસ એટલે કે છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે.

Advertisement

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ટ્રસ્ટને વર્ષ 2021-22 માં 377.5 કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું હતું પરંતુ પ્રશ્ન ઉદ્ભવિત એ થઈ રહ્યો છે કે શું ટ્રસ્ટ આ અંગે કરની ભરપાઈ કરી છે કે કેમ ? જે બાદ આવકવેરા વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો અને બીજી તરફ જે દાન અને જે રકમ ટ્રસ્ટને મળેલી હતી તેની જાણ મિનિસ્ટ્રી ઓફ હોમઅફેર્સને કરવામાં આવી ન હતી. માત્ર કેર ઇન્ડિયા જ નહીં પરંતુ ઇન્ડિયા ના લાયસન્સને પણ રદ કરી દેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ કેર ઇન્ડિયા એ જણાવ્યું હતું કે તેઓએ વર્ષ 2021-22 માં દેશના 21 રાજ્યોમાં 90 જેટલા પ્રોજેક્ટ અમલી બનાવ્યા હતા જેમાંથી આઠ કરોડ લોકોને ફાયદો પહોંચ્યો હતો ત્યારે સરકારે આ તમામ વાતની ગંભીરતાને ધ્યાને લઈ આવનારા દિવસોમાં જ આજે લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે તેને બાકાત કરવું જોઈએ જેથી સમાજ સેવાનું કામ યોગ્ય રીતે થઈ શકે. ભારતમાં કેર ઇન્ડિયા છેલ્લા સાત દસકા થી કાર્ય કરી રહ્યું છે અને તેની પહોંચ વિશ્વના 111 દેશોમાં જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.