Abtak Media Google News

ટેલીકોમ ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા રાજકોટની મુલાકાતે: કોંગ્રેસ વતી લોકોનો અવાજ સાંભળવા બીઝનેસ કમિટી,વિદ્યાર્થીઓ મહિલાઓ અને કોંગી આગેવાનો સાથેનાં સંવાદનું આયોજન

ટેલીકોમ  શામ પિત્રોડા ગુજરાતનાં પાંચ જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. ત્યારે રાજકોટની મુલાકાત વેળાએ તેઓએ શહેર કોંગ્રેસ સમિતિ આયોજીત પત્રકાર પરિષદને સંબોધી હતી. આજે બપોર બાદ તેઓ રાજકોટનાં ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને કોંગી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.કોંગ્રેસના ચૂંટણી પ્રચાર અર્થે રાજકોટ આવેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતુ કે તેઓ પ્રજાનો અવાજ સાંભળવા ઈચ્છે છે. લોકોને શું જોઈએ છે? લોકો શું વિચારે છે તે જાણવા તેમણે ગુજરાતનાં પાંચ જિલ્લાની મુલાકાત લેવાનું આયોજન કર્યું હતુ વધુમાં તેઓએ કહ્યું કે ગુજરાત રાજય ગુજરાતીઓનાં કારણે આગળ છે. હજુ જો સારી ગવર્મેન્ટ પોલીસી બનશે તો ગુજરાત વધુ આવશે. ગુજરાતમાં યોજનાઓ ટોપ કલાસ માટે જ બને છે. બોટમ કલાસને કંઈ જ મળતુ નથી ગરીબી પર ધ્યાન અપાતુ નથી. અને મીલીનીયરો નવા બનતા જ જાય છે. મીલીનયરોનાં લીધે જીડીપી સા‚ છે. તેથી ગરીબોની પરિસ્થિતિ દેખાતી નથી.વધુમાં તેઓએ ગુજરાતની ૨૦૧૭ની સ્થિતિ અંગે કહ્યું કે શિક્ષણ એક ધંધો બની ગયો છે. ફાઈવ સ્ટાર હોસ્પિટલોનું નિર્માણ થાય છે. પણ યોગ્ય ડોકટરો નથી, મહિલાઓને માઈલો સુધી દૂર પાણી ભરવા જવું પડે છે. ત્યારે ૩૦ હજાર કરોડ નેનો માટે, કરોડો ‚પિયા સાબરમતી રીવરફ્રન્ટ માટે ફાળવવામાં આવે છે. વધુમાં પિત્રોડાએ જણાવ્યું કે જયારે સામાન્ય માણસને સરકારી કામ માટે કચેરીએ ધકકા નહિ ખાવા પડે ત્યારે ડિજીટલ ઈન્ડિયા સફળ થયું ગણાશે.આજથી ૭૦ વર્ષ પહેલા વડોદરનાં રીસર્ચ સેન્ટરમાં ડો. દવે દ્વારા એલસીડીની શોધ કરવામાં આવી હતી હવે આવા રીસર્ચ સેન્ટરો પણ ગુજરાતમા રહ્યા નથી જયાં યુવાનો શોધ-સંશોધનો કરી શકે.સરકાર મોટી ઈન્ડસ્ટ્રીઝને લાભ થાય તેવા રીસર્ચ પાછળ ઘણા ખર્ચાઓ કરે છે. પરંતુ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિમાં કાંઈ સુધારો નથી કોંગ્રેસે બીજ વાવ્યું હતુ ફળ ઉગાડવાનો શ્રેય બીજા લોકો લઈ રહ્યા છે. દરેક ક્ષેત્રમાં ક્રાંતી  છે. ક્રાંતી વડે જ વિકાસ કરી શકાય છે.વધુમાં તેઓએ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કુલ વિશે કહ્યું છે ૧૮૭૫માં સ્થપાયેલી આલ્ફ્રેડ હાઈસ્કુલ બંધ થાય છે તે સાંભળીને મને ખૂબ દુ:ખ થાય છે. સ્કુલને મ્યુઝીયમ બનાવવામાં આવશે તેવી મને વાત મળી હતી પરંતુ મારા મતે સ્કુલને સ્કુલ જ રહેવા દેવી યોગ્ય છે. વધુમાં સ્કુલ પર વધુ ધ્યાન દઈને એવી સ્થિતિ નિર્માણ કરવી જોઈએ કે વિદેશથી પણ છાત્રો આ સ્કુલમાં શિક્ષણ અર્થે આવે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.