Abtak Media Google News

ભારતનું 90 ટકા રિટેઇલ માર્કેટ અસંગઠીત : 7 કરોડ વેપારીઓ ઓનલાઇન વેપાર કરે છે જેમાના 1 કરોડ વેપારીઓનો ધંધો સંપૂર્ણ ઓનલાઇનને આધિન

ભવિષ્યમાં નાના વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી 7.5 લાખ કરોડનો વેપાર કરે તેવી શકયતા

ડિજિટલ વેપાર માત્ર મોટી કંપનીઓ માટે જ નહીં, નાના વેપારીઓ માટે પણ છે. ભવિષ્યમાં નાના વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી રૂ. 7.5 લાખ કરોડનો વેપાર કરે તેવી શકયતા છે. ભારતનું 90 ટકા રિટેઇલ માર્કેટ અસંગઠીત છે. 7 કરોડ વેપારીઓ ઓનલાઇન વેપાર કરે છે જેમાના 1 કરોડ વેપારીઓનો ધંધો સંપૂર્ણ ઓનલાઇનને આધિન છે.

વિશ્વના વેપાર ઉદ્યોગની બદલાઈ રહેલી પરિસ્થિતિ અને સતત નવા અપગ્રેડ સાથે બદલાતા જતા રહેવા વચ્ચે ભારતનો છૂટક અને અસંગઠિતવેપાર પર સમગ્ર વિશ્વની નજર મંડાઇ છે મોટા ભાગની મલ્ટીનેશનલ કંપનીઓ અને દેશના ક્નઝ્યુમર જાયન્ટ કંપનીઓ માટે ભારતના છૂટક બજાર અને ખાસ કરીને કરિયાણાની હાટડીઓ પર નું 7.5 લાખ કરોડ રૂપિયાનું વેપાર હસ્તગત કરવા માટે હંમેશા વધુ રહે છે.

ભારતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે હાટડીઓ અને કરિયાણાની દુકાનો બિઝનેસ ટુ કસ્ટમરની એક મહત્વની કડી બની રહી છે દેશના ખૂણે-ખૂણે છેવાળાની જગ્યામાં વસતા લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે કરિયાણાની દુકાનો અને હાટડીઓ મુખ્ય સ્ત્રોત બની રહી છે.  ત્યારે હવે ડિજિટલ યુગમાં ભારતના તક બજારની ધોરીનસ ગણાતી નાની-નાની હાટડીઓ નું ઓનલાઈન નેટવર્ક ઉભુ કરવા માટે કમર કસવામાં આવી રહી છે અત્યારે દેશની 97 ટકા જેટલી હાટડીઓ ઓફલાઈન બિઝનેસ ટુ કસ્ટમર બનીને વેપાર કરી રહી છે તેમાંથી 65 ટકા જેટલા વેપારને ઓનલાઇન જોડાણ મળ્યું છે.

ભારતમાં 90% છૂટક વેપાર અસંગઠિત રીતે ચાલી રહ્યું છે અને 75 હજાર કરોડ રૂપિયાનો વકરો કરે છે હવે આ છૂટક વેપારનું નેટવર્ક પણ ઓનલાઇન ગોઠવવાની દિશામાં વિચારણા શરૂ થઈ ગઈ છે બીજી ટર્મમાં માત્ર મોટી કંપનીઓ નહીં નાની હાટડીઓ ને પણ સમાવેશ કરી દેવાશે.

કોર્પોરેટ સેક્ટરમાં ડિજિટલાઇઝેશનનો સારો વ્યાપ જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતના નાના વેપારીઓ હજુ સુધી સંપૂર્ણ પણે ડિજિટલ થઇ શક્યા નથી. શહેરથી લઇ ગામડાઓ સુધી નાના મોટા ધંધાર્થીઓને ઓનલાઇન પદ્ધતિથી કેવી રીતે વ્યવહાર શક્ય બને તેની સમજણ આપી સરકાર વેપારીઓને ડિજિટલ બનાવવાના પ્રયાસ કરી રહી છે. ભારત જ નહીં હવે, વિશ્વ ડિજિટલ માર્કેટિંગ તરફ વળી રહ્યું છે.

વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી વેપારને સરળતાથી કેવી રીતે ઓપરેટ કરી શકાય તે સંદર્ભે પણ ઘણા જાગૃત થયા છે. મોટા વેપારીઓ માટે એક ઈ-કોમર્સ વેબસાઇટ  બનાવીને, પેમેન્ટ ગેટવે સુવિધા લઈને, માણસો રાખીને પોતાના વ્યવસાયને યોગ્ય રીતે સંચાલીત કરીને આગળ વધવું સરળ છે. પરંતુ મધ્યમ વર્ગના અને નાના વેપારીઓ પોતાના વેપારને આગળ વધારવા તો માગે છે, પણ તેમની પાસે પુરતું ડિજિટલ જ્ઞાન નથી. જેથી ડિજિટલ પ્લેટફોર્મને વેપાર સાથે જોડવામાં તેમને મુશ્કેલી આવી રહી છે. તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનમાં ઈન્વેસ્ટ કરવાનું ટાળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.