Abtak Media Google News

બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના હેતુસર જૂનાગઢ જિલ્લામાં ૨૬ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં આવી કુલ ૧૬૧ લાભાર્થીઓને વધામણા કીટ આપવામાં આવશે.

Advertisement

દીકરી જન્મને પ્રોત્સાહન આપવાનો હેતુને સાર્થક કરવા માટે જૂનાગઢ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા  જૂનાગઢ સરકારી હોસ્પિટલ સાથે સંકલન કરી ગયા માસમાં જૂનાગઢ જિલ્લામાં જન્મેલી દીકરીઓને, નવજાત શિશુને જરૂરી એવી વસ્તુઓની  દીકરી વધામણા કીટ ૨૬ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી. અને આ યોજના હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કુલ ૧૬૧ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવશે. જેમાંથી હાલ ૨૬ કિટનું વિતરણ થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.