Abtak Media Google News

50 વર્ષ જૂની ઇમારતને અગાઉ જોખમી જાહેર કરી રહેવાસીઓને સ્થળાંતરણ કરવા અપાઈ હતી સૂચના

અમદાવાદના વેજલપુર વિસ્તારનો આ બનાવ છે. સોનલ સિનેમા રોડ પર ત્રણ માળના ગોલ્ડ નામનો ફ્લેટ ગુરુવારે મોડી સાંજે ધરાશાયી થયો . આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 થી વધુ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ સમગ્ર ઘટનાની જાત માહિતી મેળવી હતી.

સોનલ સિનેમા રોડ પર યાસ્મીન અને નવસાદ સોસાયટી પાસેનો આ સમગ્ર બનાવ છે. ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ થયો ધરાશાયી થયો હતો . ફ્લેટ ધરાશાયી થતા ચાર જેટલા લોકો દટાયા હોવાની પણ માહિતી મળી હતી. જો કે ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. આસપાસના સ્થાનિકો પણ આ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. જે બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાય સમયથી આ ઇમારતમાં તિરાડો પડી હતી. જેને લઈ લોકોએ અહીથી સ્થળાંતર કર્યું હતું. લગભગ 50 થી 60 વર્ષ જૂની આ ઇમારત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આજે સવારે કેટલાક લોકોએ આ મકાન ખાલી કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.