Abtak Media Google News

તાજેતરમાં બિલ્ડીંગનો અડધો જર્જરીત હિસ્સો ઘસી પડતા ચારના મોત નિપજયા હતા

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા એમ -69 બિલ્ડીંગ નો અડધો હિસ્સો ધરાસાઈ થયો હતો, અને ચાર હતભાગીઓ મૃત્યુ ને ભેટ્યા હતા. જે દુર્ઘટના બાદ બાકી બિલ્ડિંગ નો છ બ્લોક નો જર્જરિત અડધો હિસ્સો અને સીડી નો ભાગ વગેરે નું આજે ડિમોલેશન કરવા માટેની મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને એસ્ટેટ શાખાની ટુકડી તેમજ ફાયર બ્રિગેડની ટીમ અને પીજીવીસીએલની ટુકડી મદદમાં સાથે જોડાઈ છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ભારે વરસાદની સિઝનની વચ્ચે એમ -69 બિલ્ડીંગ નો 6 ફ્લેટ સાથે નો અડધો હિસ્સો ધસી પડ્યો હતો, જેમાં ચાર વ્યક્તિઓ દબાઈને મૃત્યુ પામી હતી.  જે દુર્ઘટના બાદ બિલ્ડીંગ નો બાકી નો અડધો હિસ્સો કે જેમાં છ બ્લોક આવેલા છે ઉપરાંત સીડીનો પણ ભાગ જર્જરિત અવસ્થામાં હતો, જે સંપૂર્ણપણે ખાલી કરાવી દેવાયા પછી આજે બાકીના જર્જરીત હિસ્સા નું ડિમોલેસન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત ઉપરાંત સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળી અને તેમની સાથે 30 જેટલા કર્મચારીઓની ટુકડી જેસીબી મશીન, ટ્રેક્ટર વગેરે સાથે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડિમોલેશનકાર્ય હાથ ધર્યું છે. જેમાં પીજીવીસીએલની ટુકડી અને ફાયર શાખાની પણ મદદ લેવામાં આવી રહી છે.

પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, અને આ ડીમલેશન કાર્ય દરમિયાન કોઈને આસપાસમાં વિસ્તારમાં અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જ્યારે આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા વગેરે પણ સ્થળ પર હાજર રહ્યા છે, અને ડીમોલેશન કાર્યમાં મદદરૂપ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.