Abtak Media Google News

ભારતીય ટીમ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર છે અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પછી, ભારતીય ટીમને ન્યુ ઝિલેન્ડનીના પ્રવાસે  જવાનું છે .ભારત અને ન્યૂજીલેંડ પ્રવાસની શરૂ આત 23 જાન્યુઆરી થી થશે.ભારતીય ટીમને ત્યાં 5 વનડે અને ત્રણ T20 મેચની  સીરિઝ રમવાની છે. ન્યૂજીલેંડની સામે BCCIએ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

Advertisement

મહેન્દ્રસિંહ ધોની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T-20 સીરીઝમાં આરામ કરી રહ્યો હતો, તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T 20 સીરીઝમાં ટીમ ઇન્ડિયા પાછો ફર્યો છે. મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત, ઓલરાઉન્ડર હાર્ડિક પંડ્ય અને કેદાર જાધવ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T 20 અને ODI શ્રેણીમાં પણ ભારતીય ટીમને પરત ફર્યા છે.

ઑસ્ટ્રેલિયા સામેની ટી 20 અને ટેસ્ટ સીરીઝમાં ખરાબ પ્રદર્શન હોવા છતાં, લોકેશ રાહુલને ફરી એક વાર ટીમ ઇન્ડિયામાં T20 અને ન્યુ ઝીલેન્ડ સામે ODI શ્રેણીમાં સ્થાન મળ્યું છે. મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત દિનેશ કાર્તિક અને રીષભ પંતને ન્યૂ ઝિલેન્ડ સામે અન્ય વિકેટકીપર અને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ન્યૂ ઝીલેન્ડ સામેની T 20 સીરીઝમાં હડિક પંડ્યા, કુનાલ પાંડ્યાને ટીમ ઇન્ડિયાની 15 સભ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂઝિલેન્ડ સામેની ભારતીય સ્પિન બોલિંગ કમાન્ડ ફરી એકવાર ફરીથી કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલને સોંપવામાં આવી છે. તે જ સમયે ભુવનેશ્વર કુમાર, જસ્પીત બૂમરા અને ખલીલ અહમદને ઝડપી બોલરો તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ન્યૂ ઝીલેન્ડ સામેની T 20 સીરીઝ માટે ભારતીય ટિમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, એમએસ ધોની, હાર્દિક પાંડ્યા, કુનાલ પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રિત બૂમરાહ,ખલીલ અહેમદ

ન્યૂ ઝીલેન્ડ સામેની ODI સીરીઝ માટે ભારતીય ટિમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, કે એલ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, એમએ સ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બૂમરાહ,ખલિલ એહમદ અને મોહમ્મદ શામી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.