Abtak Media Google News

અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા કોમ્પ્યુટરાઈઝડ બિલ બને તેટલો જથ્થો ફાળવતા વિવાદના એંધાણ

રાજય સરકાર દ્વારા સસ્તા અનાજના વેપારીઓ માટે ઓનલાઈન બિલીંગ સિસ્ટમ ફરજીયાત બનાવી જે રેશનકાર્ડ ધારકોના અંગુઠા ન આવે તેઓને મેન્યુઅલ વેચાણની છુટછાટ આપી હોવા છતાં છેલ્લા બે માસ દરમિયાન ઓફલાઈન બનાવેલા બિલનો ઘઉં, ચોખા, ખાંડ સહિતનો જથ્થો સરકારે કાપી નાખતા સસ્તા અનાજના વેપારીઓમાં દેકારો બોલી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થામાં ફરજીયાતપણે કોમ્પ્યુટરાઈઝડ બીલ બનાવીને અનાજ, કેરોસીનનું વિતરણ કરવા આદેશ કર્યો છે અને જે કિસ્સામાં રેશનકાર્ડ ધારકના અંગુઠાની છાપ ન આવતી હોય તેવા કિસ્સામાં મેન્યુઅલી વેચાણ કરી અ અને બ રજીસ્ટરમાં નોંધ કરવાનો નિયમ અમલી બનાવ્યો છે પરંતુ છેલ્લા બે માસ દરમિયાન રાજકોટ શહેર જિલ્લાના અનેક વેપારીઓએ મેન્યુઅલ કરેલા વેચાણને પુરવઠા વિભાગે અમાન્ય ગણ્યું છે.

વધુમાં ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના વેપારીઓ દ્વારા મેન્યુઅલ વેચાણ કર્યા બાદ અ અને બ રજીસ્ટર નિભાવાતા ન હોય સરકાર દ્વારા ઓનલાઈન થતી ફાળવણીમાં આવા વેચાણને સસ્તા અનાજના વિક્રેતાઓનો સ્ટોક ગણી નવી પરમીટમાં કેટલો જથ્થો ઓછો આપવામાં આવી રહ્યો છે.

સરકારના આ નિયમના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અનેક એવા રેશનકાર્ડ ધારકો છે કે જેઓના અંગુઠા આવતા ન હોય તેઓને આગામી માસે હવે કેરોસીન બાદ અનાજ મળવું પણ મુશ્કેલ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.