Abtak Media Google News

૧૧૧ પાનાના આ પુસ્તકમાં દેવતાની સ્તુતિ, શિવ આરતી વંદના, ભજન, ધુન, સ્ત્રોત સાથે શિવ સહસ્ત્ર નામાવલી વિશ કવચનો સમાવેશ: લેખક યશવંત ગૌસ્વામીએ આ બૂક સહિત અન્ય ર૦ જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા

દેવધિદેવ મહાદેવને પરમ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની આગામી ર૧ જુલાઇથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શિવવંદના ચેરી. ટ્રસ્ટ દ્વારા ડો. યશવંત ગોસ્વામી સંપાદિત વિશ આરાધના બુકનું રાજકોટની શિવપ્રેમી જનતા માટે પવિત્ર શ્રાવણ મહિનામાં રાજકોટના સુપ્રસિઘ્ધ શિવાલયો દ્વારા નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

ધાર્મિક પુસ્તકોમાં અલગ ભાત પાડતું વૈવિઘ્યસભર ૧૧૧ પેઇઝના આ પુસ્તકમાં નિત્ય પ્રાત: સ્મરણવંદના અંતર્ગત તમામ દેવી દેવતાની સ્તુતિ સાથે રાષ્ટ્રવંદના, રાષ્ટ્રભાષા વંદના, રાષ્ટ્રભકિત વંદના, સદગુરુ વંદના, શિવ આરતી વંદના અને જગદંબા આરતી વંદના પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ વંદના અંતર્ગત દરેક હિન્દુસ્તાનની અને હિન્દુઓ માટે ઉપયોગી માહિતી આપવામાં આવી છે.

શિવસ્ત્રોતમ વંદના અંતર્ગત શિવ પંચાક્ષર સ્ત્રોત, ૧ર જયોતિલીંગ, શિવ માનસ પૂજા, બિલ્વાષ્ટદમ, શિવાષ્ટકમ, લિંગાષ્ટકમની સાથે રૂદ્રાભિષેક સ્ત્રોતમ પાઠ પ્રસ્તુત કરેલ છે. આ ઉપરાંત શિવસહસ્ત્ર નામાવલી શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શિવાભિષેકની વિસ્તૃત વિધિ, સદાશિવ પૂજન માટે વિવિધ શ્ર્લોક અને પૂજાપાઠ વિધિ ઉપરાંત માન માત્રને મૃત્યુ ના ભયથી ઉગરવા માટે સર્વરક્ષાકારક શિવકવચનો પણ વિશેષ સમાવેશ આ પૂસ્તકમાં કરાયેલ છે. શિવ આરાધના ભજન અંતર્ગત મહાદેવના સૌથી વધુ લોકપ્રિય ભજન, ધુન અને આરતીનો સંગ્રહ આ પુસ્તકમાં છે. સદગુરુ દેવ અમરજયોતિ સંતશ્રી નારાયણગિરીબાપુ અને પરિવારના પરલોકવાસી, કૈલાસવાસી આત્મીઓને સમર્પિત  આ પૂસ્તકમાં વિવિધ પેઇઝ પર મહાદેવના વિવિધ ફોટોગ્રાફસ અને શિવસૂત્રો એક અલગ જ અનુભૂતિનો અહેસાસ કરાવે છે.

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આ પૂસ્તકનું નિ:શુલ્ક વિતરણ રાજકોટના સુપ્રસિઘ્ધ શિવાલયો કરવામાં આવશે. જે શિવાલયો આ પુસ્તકનું વિતરણ કરવા ઇચ્છતા હોય તેના ટ્રસ્ટી કે પુજારીએ ડો. યશવંત ગોસ્વામી મો. નં. ૯૪૨૭૪ ૯૫૧૭૫ પર સંપર્ક કરવો. ફોન માત્ર બપોરના ર થી પ દરમ્યાન જ કરવા યાદીમાં જણાવાયું છે.

કૈલાસ માનસરોવર યાત્રા કરનાર ડો. યશવંત ગોસ્વામીના યાત્રા સંબંધી અદભુત અલૌકિક અમરનાથ યાત્રા અને કૈલાસ માનસરોવર યાત્રા એક મહાપ્રસ્થાન સાથે ગુજરાતી હિન્દીમાં ર૦ વધારે  પુસ્તકો તેમના પ્રકાશિત કર્યા છે.

વિનામૂલ્યે બુક મેળવવા

શિવવંદના ટ્રસ્ટ દ્વારા ‘શિવ-આરાધના’ બુક વિનામૂલ્યે મેળવવા લેખક પ્રો. યશવંત ગોસ્વામી મો. નં. ૯૪૨૭૪ ૯૫૧૭૫ ઉપર બપોરે ર થી ૬ વચ્ચે જ સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.