Abtak Media Google News

ટાઈમ ફોર નેચર

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલું આયોજન

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકારના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે તુલસીના રોપા અને પંખીના માળા રહીશોને વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી. જિલ્લા યુવા સંયોજક સચિન પાલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનું થીમ “ટાઈમ ફોર નેચર (જેવ વિવિધતા) છે  એટલે કે જે પ્રકૃતિથી હવા, પાણી, આહાર મળે છે તે પ્રકુતિનું સંરક્ષણ કરવું જરૂરી બની જાય છે. દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ યોગ્ય સંરક્ષણના અભાવે સર્વાઈવ થતા નથી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ કલેટર પુજા જોટણીયાની ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેટર દ્વારા જણાવવામાં આવ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ  સૌની જવાદારી છે. એની સાથે સ્ટ્રાય એનીમલનું સાર સંભાળ કરવી એ આપણા બધાની જવાબદારી બને છે. નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા જાહેર જનતાને વૃક્ષો વાવો, દત્તક લેવા અને તેનું જતન કરવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા  જરૂરી માર્ગદર્શન જિલ્લા યુવા સંયોજક સચિન પાલ દ્વારા અને કેન્દ્રના રાજુભાઈ દ્વારા  મળેલ છે. આ પ્રસંગે કેન્દ્રના સ્વયંસેવક ઐશ્વર્યા, યશ અને વિધિ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ ઇજનેર અધિકારી

Advertisement

Dsc 0596

સચિન પાલએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નેહરુ યુવા કેન્દ્રનો પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ સારો પ્રયાસ છે. લોકોને તુલસીના છોડ ચકલીનો માળો અને કુંડા વિતરણ કરી પર્યાવરણના જતનની ખૂબ સારી તકેદારી રાખવામાં આવી રહી છે સાથે લોકો સ્વેચ્છાએ અહીં આવી પોતાની પર્યાવરણ તરફી ફરજ અને પ્રેમ દર્શાવી રહ્યા છે માત્ર એક જ દિવસ પર્યાવરણનું જતન નહીં કશું આપણા જીવનની સાથે હંમેશાં એ જોડેલું રાખવું અને પર્યાવરણનું જતન વારસાગત ચલાવું લોકોએ પર્યાવરણ તરફી પ્રેમની ફરજને સ્વેચ્છિક સમજી નિભાવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.