Abtak Media Google News

પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કુંવરજીભાઇ બાવળિયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા સહિતના રહ્યા ઉપસ્થિત

રાજકોટ જિલ્લા ભાજપની આજે સવારે ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં કાર્યકરોના વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થઇ જવા માટે આગેવાનો દ્વારા અપિલ કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં પસાર કરવામાં આવેલા વિવિધ ઠરાવોને જિલ્લા ભાજપની કારોબારીમાં બહાલી આપવામાં આવી હતી.

Img 20220610 Wa0016

આજે હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી બેઠકમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા ઉપરાંત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળિયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપ મહામંત્રી મનિષભાઇ ચાંગેલા, મનસુખભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Img 20220610 Wa0023

ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ થઇ જવા માટે હાંકલ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપની કારોબારીમાં પસાર થયેલા વિવિધ રાજકીય ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. સાથોસાથ આગામી દિવસોમાં યોજાનારા સંગઠનલક્ષી કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યકરોને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવા તાકીદ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.