Abtak Media Google News

મોરબીમાં શનાળા બાયપાસ પર તુલસી પાર્ક સોસાયટીમાં રહેતાં યુવાને કાનાભાઈ મોહનભાઇ ગોગરા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે પરત ન આપી શકતા આરોપી દ્વારા અવાર નવાર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી.

જ્યારે નવ દિવસ પહેલા ફરિયાદી લાખા ભાઈ ઘરે ન હતા ત્યારે આરોપીએ તેમના ઘરે જઈને પત્ની અને માતાને ગાળો દઈ પૈસા પરત નહિ આપે તો મકાન ખાલી કરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ફરિયાદી લાખાભાઈ એ કંટાળી જઈને ફીનાઇલ ગટ ગટાવી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.