જિલ્લા પંચાયત કચેરી ખાલીખમ: પદાધિકારીઓની નેમ પ્લેટ ઉતારી લેવાઈ

જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી વહીવટદાર તરીકે કાર્યરત થઈ ગયા હોય પદાધિકારીઓ  નવરા થઈ ગયા છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાલી ખમ જોવા મળી હતી.

કોઈ અરજદાર નહિ કોઈ પદાધિકારીઓ પણ નહીં જાણે કચેરીમાં કાગડા ઉડતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વધુમાં તમામ પદાધિકારીઓની ચેમ્બરમાંથી નેમ પ્લેટ પણ ઉતારી લેવામાં આવી હતી. તદુપરાંત તમામ

પદાધિકારીઓની ચેમ્બર ખાલી પણ કરાવી નાખવામાં આવી હતી. જો કે નિયમ મુજબ હવે કોઈ પદાધિકારીઓ કામ સબબ કચેરીએ આવે તો તેમને પ્રમુખની ચેમ્બર ૧૫ દિવસ સુધી બેસવા માટે મળવાની છે. (તસવીર શૈલેષ વાડોલીયા)