Abtak Media Google News

નાણાંકીય વર્ષ ૨૦૧૮/૧૯ના સરકારી હિસાબોની પતાવટ

માર્ચંમાં જ ૭૩૮૦ બિલો આવ્યા: માર્ચ એન્ડનાં છેલ્લા દિવસે જ ૪૦૭ બિલો સામે રૂ. ૫૧૧ કરોડના ચૂકવાણા કરાયા: દરેક સરકારી કચેરીઓનાં પગાર-પેન્શન- અન્ય ખર્ચાઓ તેમજ સરકારી કામોનાં કોન્ટ્રાકટરોનાં ચૂકવણા પણ કરી દેવાયા: માર્ચ અને એપ્રીલનાં પગાર -પેન્શન પણ રવાના થઈ ગયા

દર વર્ષે માર્ચ માસ એટલે કે રાજય સરકારના જુદા જુદા સરકારી ખાતાઓમાં નાણાંકીય હિસાબો અને સરકારી ચૂકવણાઓની પતાવટનો માસ આ માર્ચ માસ દરમ્યાન ખાસ કરીને ટ્રેઝરી કચેરીઓમાં, ભારે ધમધમાટ રહે છે. મહિનનાં છેલ્લા દિવસ સુધી ટ્રેઝરી કચેરી સમક્ષ જુદા જુદા સરકારી ખાતાઓમાંથી આવેલા પગાર, પેન્શન, ખર્ચ સહિતનાં બિલોનાં કરોડો ‚ા.નાં ચૂકવણા કરવામાં આવતા હોય છે.ચાલુ વર્ષે પણ રાજકોટ બહુમાળી ભવન સ્થિત જિલ્લા-ટ્રેઝરી, કચેરી માંસાત સુધી ધમધમતી રહી હતી. અને કરોડો રૂ.નાં હિસાબોની પતાવટ થઈ હતી.

Advertisement

આ અંગેની જિલ્લા ટ્રેઝરી કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લા ટ્રેઝરી કચેરીમાં ગત માર્ચ માસ દરમ્યાન જુદા જુદા સરકારી કચેરીઓનાં કુલ ૭૩૮૦, બિલો આવ્યા હતા જેની સામે ટ્રેઝરી કચેરી દ્વારા રૂ.૫૬૫ કરોડ અને ૬૪ લાખથી વધુ રકમનાં ચૂકવણા કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત માર્ચ માસનાં બિલો લેવાનાં છેલ્લા દિવસે એટલે કે તા.૨૯ માર્ચના રોજે જ ટ્રેઝરી કચેરીમાં ૪૦૭ બિલો આવ્યા હતા. અને છેલ્લા દિવસે જ રૂ.૫૧૧ કરોડથી વધુ રકમનાં ચૂકવણા કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જુદી જુદી સરકારી કચેરીઓ જેવી કે, પોલીસ, કલેકટર, કોર્ટ, જિલ્લા પંચાયત, ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, બાંધકામ, ફોરેસ્ટ, સિંચાઈ સહિતના રાજય સરકારનાં જુદાજુદા સરકારી ખાતાનાં પગાર પેન્શન, જિલ્લા પંચાયતની ટ્રાન્સફર એમાઉન્ટ અને અન્ય સરકારી કચેરીઓનાં જુદા જુદા ખર્ચાઓ તેમજ બાંધકામ, સિંચાઈ, જંગલ ખાતાનાં સરકારી કામો રાખનારા કોન્ટ્રાકટરોનાં લેટર ઓફ ક્રેડીટનાં કરોડોનાં ચૂકવણા જિલ્લા ટ્રેઝરી કચેરી દ્વારા કરવામાં આવેલા હતા.

વધુમાં રાજકોટ જિલ્લા ટ્રેઝરી કચેરીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ માહે માર્ચ અને એપ્રીલનાં પગાર, પેન્શનનાં ચૂકવણા પણ રવાના કરી દેવાયા છે. જે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં તા.૨ અને ૩નાં રોજ જમા થઈ જશે. એકંદરે રાજકોટ જિલ્લા ટ્રેઝરી કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓ ગત આખો માર્ચ માસ સતત વ્યસ્ત રહ્યા હતા. અને જુદા જુદા સરકારી ખાતાઓનાં પગાર પેન્શન તતશ અન્ય ખર્ચાઓનાં કરોડો રૂ.ના ચૂકવણા કરી નાણાંકીય વર્ષનાં હિસાબોની પતાવટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.