Abtak Media Google News

સવારે ૧૦:૩૦ કલાકે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રોડ-શોનો આરંભ: બહુમાળી ભવન ચોક ખાતે જાહેરસભા: મોહનભાઈ ૧૨:૩૯ કલાક શુભ વિજય મુહૂર્તે ફોર્મ ભરશે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા આવતીકાલે બપોરે ૧૨:૩૯ કલાકના શુભ વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ રજુ કરશે. આ પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો રાજકોટ ખાતે વિશાળ રોડ-શો યોજાશે ત્યારબાદ બહુમાળી ભવન ખાતે ભવ્ય જાહેરસભા પણ યોજાશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ લોકસભા બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકરોએ રાજયમાં ફરી ૨૬ બેઠકો પર કમળ ખીલવવા માટે કમરકસી છે.

આવતીકાલે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ પૂર્વે મુખ્યમંત્રીનો રાજકોટ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે. સવારે ૧૦:૩૦ કલાકથી યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમ ખાતેથી રોડ-શોનો પ્રારંભ થશે.

જેમાં સાધુ, સંતો, મહંતો, વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાના હોદેદારો, વેપારીમંડળ, રાજકોટ  ધાનસભા-૬૮-૬૯-૭૦-૭૧ ગ્રામ્ય, જસદણ, ટંકારા, પડધરી, વાંકાનેર વિધાનસભામાંથી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, લોકસભા સીટના પ્રભારી નર હરી અમીન, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, મેયર બીનાબેન આચાર્ય, લોકસભા સીટના સહઈન્ચાર્જ બાવનજીભાઈ મેતલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિશાળ રોડ-શો બાદ બહુમાળી ભવન ચોક ખાતે જાહેરસભા યોજાશે ત્યારબાદ બપોરે ૧૨:૩૯ કલાકના શુભ વિજય મુહૂર્તે મોહનભાઈ કુંડારીયા, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વિધિવત ઉમેદવારી ફોર્મ ભરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.