Abtak Media Google News

અંકલેશ્વર ગાર્ડનસીટી ખાતે દિવ્યાંગઓ માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત થી આવેલા 60 જેટલા દિવ્યાંગોએ કિર્તીદાન ગઢવીની તાલે ગરબે ઝૂમ્યા હતા તો દિવ્યાંગ એવા મનોજભાઈ ભીંગરે પોતાના મોઢા વડે કિર્તીદાન ગઢવીનું પેન્ટીંગ બનાવી અર્પણ કર્યું હતું.સુરત થી આવેલા 60 જેટલા દિવ્યાંગોએ કિર્તીદાન ગઢવીની તાલે ઝૂમ્યા હતા. દિવ્યાંગ એવા મનોજભાઈ ભીંગરે પોતાના મોઢા વડે કિર્તીદાન ગઢવીનું પેન્ટીંગ બનાવી અર્પણ કર્યું

Advertisement

માં અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી પર્વ એ ગુજરાતની આગવી ઓળખ છે. જે મહાલવાની દરેકની ખેવના હોય છે. પણ દિવ્યાંગો માટે ગરબા એ માત્ર નિહાળવાના હોય છે. ત્યારે આવા દિવ્યાંગો માટે અંકલેશ્વર ગાર્ડનસીટી ખાતે આયોજન સવાણી પરિવાર દ્વારા સુરતના 60 જેટલા દિવ્યાંગો માટે વિશેષ આયોજન કરાતા તેમના માટે ગરબા યોજવામાં આવ્યા હતા.

જેમને જગવિખ્યાત ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવી અને તેમના ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘુમાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે. કે મનોજભાઈ ગોપાલભાઈ ભીંગારે જેમના બને હાથ નહિ હોવા છતાં તેમનામાં રહેલ કલા શક્તિનો પરિચય કરાવતા પોતના મુખ વડે પીંછી પકડીને કિર્તીદાન ગઢવીનું મનમોહક પેન્ટીંગ બનાવ્યું હતું. જે અર્પણ કરતા ખુદ કિર્તીદાન ગઢવી પણ ભાવુક બની ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.